નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ઈ-ગેમિંગ કંપની એમપીએલ સ્પોર્ટ્સને ટીમ ઈન્ડિયાના નવા કિટ સ્પોન્સર અને સત્તાવાર બિઝનેસ પાર્ટનર બનાવવાની જાહેરાત કરી. ભારતના આગામી ઓસ્ટ્રેલિયાના પ્રવાસની સાથે એમપીએલ સ્પોર્ટ્સ બીસીસીઆઈ (BCCI)ની સાથે આ ભાગીદારીની શરૂઆત કરી રહ્યું છે. એમપીએલ સ્પોર્ટ્સની સાથે બીસીસીઆઈએ ત્રણ વર્ષનો કરાર કર્યો છે. જે નવેમ્બર 2020થી ડિસેમ્બર 2023 સુધીનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે 2023 સુધી ભારતીય પુરુષ અને મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે કિટ સ્પોન્સરના રૂપમાં એમપીએલ સ્પોર્ટ્સની નિયુક્તિની સાથે ભારતીય ક્રિકેટ માટે એક નવા યુગની જાહેરાત કરતાં અમને ખુશી થઈ રહી છે. આ કરાર ભારતીય ક્રિકેટ માટે એક નવા યુગની શરૂઆત છે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય ઉચ્ચ ગુણવત્તાવાળો સામાન ભારતીય ક્રિકેટ ફેન સુધી પહોંચાડવાનો છે.


આ કરાર અંતર્ગત ભારતની સીનિયર પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમ, અંડર-19 ક્રિકેટ ટીમ સામેલ છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કહ્યું કે આ ભાગીદારી આપણને ટીમ ઈન્ડિયા માટે અને દેશમાં રમત માટે એક અલગ સ્તરે લઈને જશે. અમે એમપીએલ સ્પોર્ટ્સ જેવા યુવા ભારતીય બ્રાંડની સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ. જે આ ક્ષેત્રમાં પોતાની પકડ જાળવી રાખે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય ઉચ્ચ ગુણવત્તાવાળા ભારતીય ક્રિકેટ ફેન મર્ચન્ડાઈઝ સુધી પહોંચને સરળ બનાવવાનો છે. જેમાં દેશમાં જ નહીં પરંતુ વિશ્વ સ્તરે ક્રિકેટ પ્રેમીઓ માટે પ્રતિષ્ઠિત ભારતીય ક્રિકેટ ટીમની જર્સી સામેલ છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube