નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટર રિદ્ધિમાન સાહાને ધમકાવનાર પત્રકાર બોરિયા મજૂમદાર પર પગલાં ભર્યા છે. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બોરિયા પર બીસીસીઆઈએ બે વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. મહત્વનું છે કે આ વિવાદની તપાસ કરવા માટે ક્રિકેટ બોર્ડે રાજીવ શુક્લા, પ્રભતેજ સિંહ ભાટિયા અને અરૂણ સિંહ ધૂમલની એક ત્રણ સભ્યોની સમિતિ બનાવી હતી. તપાસ બાદ આ પત્રકાર દોષી સાબિત થયો અને હવે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Annual ICC Rankings: ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં, ભારત ટી20માં અને ન્યૂઝીલેન્ડ વનડેમાં નંબર-1 ટીમ  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube