BCCI એ બે ક્રિકેટર્સ પર લગાવ્યો 2 વર્ષનો બેન, ઉંમરની આપી હતી ખોટી જાણકારી
ગત થોડા સમયથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ક્રિકેટમાં પોતાની છબિ સુધારવા માટે સખતાઇ અપનાવી રહી છે. ક્રિકેટમાં ભ્રષ્ટાચારના મામલા હોય કે પછી ક્રિકેટરો દ્વારા પોતાની ખોટી ઉંમર ખોટી બતાવવી. દરેક કેસમાં બીસીસીઆઇએ ના ફક્ત સખતાઇ વર્તી છે પરંતુ તેણે ઝડપથી કાર્યવાહી કરી હતી. તાજેતરના કેસમાં બીસીસીઆઇએ ઓડિશાના બે ક્રિકેટરો પર પોતાની ખોટી ઉંમર બતાવવાના મામલે કાર્યવાહી કરી છે.
કટક (જગન્નાથ): ગત થોડા સમયથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ક્રિકેટમાં પોતાની છબિ સુધારવા માટે સખતાઇ અપનાવી રહી છે. ક્રિકેટમાં ભ્રષ્ટાચારના મામલા હોય કે પછી ક્રિકેટરો દ્વારા પોતાની ખોટી ઉંમર ખોટી બતાવવી. દરેક કેસમાં બીસીસીઆઇએ ના ફક્ત સખતાઇ વર્તી છે પરંતુ તેણે ઝડપથી કાર્યવાહી કરી હતી. તાજેતરના કેસમાં બીસીસીઆઇએ ઓડિશાના બે ક્રિકેટરો પર પોતાની ખોટી ઉંમર બતાવવાના મામલે કાર્યવાહી કરી છે.
ગેસ સિલિન્ડરની કિંમતમાં ત્રીજા મહિને મોટો વધારો, હવે આટલામાં મળશે સિલિન્ડર
બનાવટી દસ્તાવેજ આપ્યા હતા આ બે ખેલાડીઓ
આ બંને ક્રિકેટરો પર આરોપ છે કે તેમણે ઉંમર સંબંધી જે દસ્તાવેજો આપ્યા છે તે બનાવટી અને તેમાં તેમની ઉંમર ખોટી છે. ક્રિકેટમાં જૂનિયર લેવલ પર, અંડર 13, અંડર 16 અથવા અંડર 19 જેવી શ્રેણીમાં ઘણા ખેલાડી પોતાની ઉંમર ખોટી બતાવે છે અને તેના માટે બનાવટી દસ્તાવેજોનો સહારો પણ લે છે. આ મામલે ઓડિશાના બે ખેલાડી રાજેશ મોહંતી અને કૃષ્ણા પિલ્લઇ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે.
IND vs BAN: રોહિત શર્મા અભ્યાસ દરમિયાન થયો ઘાયલ, તપાસ બાદ મળી રાહત
ઓસીએના સચિવે કરી પુષ્ટિ
ઓડિશા ક્રિકેટ એસોસિએશન (OCA)ના સચિવ સંજય બેહરા બંને ખેલાડીઓને સસ્પેન્ડ કર્યાની પુષ્ટિ કરતાં બંને ખેલાડીઓ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે કારણ કે પોતાની યોગ્ય ઉંમર છુપાવવાનો પ્રયત્ન કર્યો.
ચાર વર્ષ પહેલાં પણ લગાવ્યો હતો 20 પ્લેયર્સ પર બેન
તો બીજી તરફ, ઓડિશામાં પણ આ પ્રકારની પ્રથમ ઘટના નથી. ઓક્ટોબર 2016માં પણ બીસીસીઆઇએ ઓડિશાની 20 ખેલાડીઓ પર એક વર્ષનો બેન લગાવ્યો હતો. આ ખેલાડીઓમાંથી 7 સીનિયર મહિલા ક્રિકેટર્સ અને 12 અંડર 19 પ્લેયર્સ સામેલ હતા.
Android યૂઝર્સ માટે WhatsApp એ જાહેર કર્યું નવું ફીચર, આ રીતે કરો ઉપયોગ
ડીડીસીએ પણ કરી ચૂકી છે મોટી કાર્યવાહી
અત્રે ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પહેલાં પણ દિલ્હી ક્રિકેટ એસોસિએશને પણ મોટી કાર્યવાહી કરતાં દિલ્હીના 22 ક્રિકેટર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તે ખેલાડીઓ પર પણ પોતાની ઉંમરની ખોટી જાણકારી આપવાનો કેસ બન્યો હતો. તેમાં નિતીશ રાણા અને પ્રત્યુષ સિંહ જેવા મોટા નામ પણ સામેલ હતા.