નવી દિલ્હીઃ બીસીસીઆઈ (BCCI) ચીફ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) હંમેશા ચર્ચામાં રહે છે. ગાંગુલી માટે BCCI પ્રમુખ તરીકે પડકારજનક 26 મહિનાની અંદર ઘણી પ્રકારની ટીકાઓનો સામનો કરવો પડ્યો, માત્ર કોવિડ-19ને કારણે થતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે જ નહીં, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન પસંદગીકારો અને મહિલા ક્રિકેટ માટે વધારે કંઈ નહીં કરવાનો પણ આરોપ લાગ્યો છે. હવે ગાંગુલીએ આ તમામ આરોપોનો જવાબ આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન
બીસીસીઆઈ (BCCI) ચીફ સૌરવ ગાંગુલીએ તેમના પર લાગેલા આરોપો પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે મને નથી લાગતું કે મારે (આના પર) કંઈપણ જવાબ આપવાની જરૂર છે અને આ પાયાવિહોણા આરોપોમાંથી કોઈપણનું સન્માન કરવાની જરૂર છે. હું બીસીસીઆઈનો પ્રમુખ છું અને બીસીસીઆઈના પ્રમુખે જે કરવું જોઈએ તે હું કરું છું. તમને જણાવી દઈએ કે, હું એક તસવીર (સોશિયલ મીડિયા) ચક્કર લગાવતી જોવા મળી રહી છે, જેમાં મને  પસંદગી સમિતિની બેઠકમાં બેઠેલો દેખાડવામાં આવ્યો છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ તસવીર (જ્યાં ગાંગુલી, સેક્રેટરી જય શાહ, કેપ્ટન વિરાટ કોહલી અને જોઈન્ટ સેક્રેટરી જયેશ જોર્જ સાથે બેઠેલા જોવા મળે છે) પસંદગી સમિતિની બેઠકની ન હતી. જયેશ જોર્જ પસંદગી સમિતિની બેઠકોનો ભાગ નથી. મેં ભારત માટે 424 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.


મહિલા IPL પર તોડ્યું મૌન
બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે અમે એક પૂરણ મહિલા આઈપીએલ કરાવવાના સ્તરે છીએ. તે ચોક્કસપણે થશે. હું માનું છું કે આગામી વર્ષ એટલે કે 2023 માં મહિલા IPL શરૂ કરવાનો ખૂબ જ સારો સમય હશે, જે પુરુષોની IPL જેટલી જ મોટી અને સફળ હશે.


T20 મેચોમાં દર્શકો નહીં થાય સામેલ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ T20 મેચોની સીરિઝ માટે દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. સામાન્ય જનતા માટે કોઈ ટિકિટ નહીં હોય. માત્ર CAB અધિકારીઓ અને વિવિધ એકમોના પ્રતિનિધિઓને જ મંજૂરી આપવામાં આવશે. આવા સમયે અમે દર્શકોને મંજૂરી આપીને ખેલાડીઓના સ્વાસ્થ્યને જોખમમાં નાખી શકીએ નહીં. અમારી પાસે રાજ્ય સરકારની મંજૂરી છે પરંતુ BCCI ખેલાડીઓની સુરક્ષાને જોખમમાં નાખવા માગતા નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube