નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારત અને ચીનના વધતા જતા તણાવ વચ્ચે ગુરૂવારે ચાઇનીઝ મોબાઇલ ફોન કંપની વીવો (VIVO) સાથે ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન માટે ટાઇટલ સ્પોન્સર કરાર રદ કરી દીધો છે. બીસીસીઆઇએ એક પંક્તિનું નિવેદન મોકલ્યું જેમાં કોઇ વિસ્તૃત જાણકારી આપી નથી અને તેમાં કહેવામાં આવ્યું છે વીવો આ વર્ષે આઇપીએલ સાથે જોડાશે નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેસ રિલીઝના અનુસાર 'બીસીસીઆઇ અને વીવો મોબાઇલ ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડે 2020માં ઇન્ડીયન પ્રીમિયર લીગ માટે પોતાની ભાગદારીને સસ્પેંડ કરવાનો નિર્ણય કર્યો છે. વીવી 2018 થી 2022 સુધી 4 વર્ષ માટે 2190 કરોડ રૂપિયા (દર વર્ષે લગભગ 440 કરોડ રૂપિયા)માં આઇપીએલ સ્પોન્સરનો અધિકાર પ્રાપ્ત કર્યો છે. 


બીસીસીઆઇએ પોતાના સંવિધાનના અનુસાર નવા ટાઇટલ સ્પોન્સર માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાની સંભાવના છે. આઇપીએલ 19 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાતમાં શરૂ થશે જેને ભારતમાં કોવિડ 19ના વધતા કેસના કારણે વિદેશમાં આયોજિત કરવી પડી રહી છે. આ વર્ષે કોરોના વાયરસ મહામારીના કારણે ઘણા સખત નિયમ બનાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે જરૂરી રહેશે. 


આઇપીએલના 13મી સિરીઝ યૂએઇએમાં આગામી મહિનામાં 19 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે. તેની ફાઇનલ મેચ 10 નવેમ્બરના રોજ રમાશે. પહેલાં આ લીગ માર્ચમાં ભારતમાં જ રમાવવાની હતી, પરંતુ ઘાતક કોરોના વાયરસના લીધે પ્રકોપને જોતાં તેને ત્યારે સ્થગિત કરવામાં આવી હતી. 


રાષ્ટ્રીય સ્વંસેવક સંઘે પણ ચીની મોબાઇલ કંપનીના સ્પોન્સર બની રહેવા પર સોમવારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેના એક દિવસ બાદ જ વીવોના સ્પોન્સરશિપ દૂર કરવાના સમાચાર આવ્યા. આરએસએસ (એસજેએમ)એ સોમવારે કહ્યું હતું કે લોકોને ટી-20 ક્રિકેટ લીગનો બહિષ્કાર કરવાનો વિચાર કરવો જોઇએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર