નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટમાં આજકાલ તોફાન આવેલું છે. બીસીસીઆઈએ હાલમાં વિરાટ કોહલીને વનડે કેપ્ટનશિપ પદેથી હટાવી દીધો હતો. ત્યારબાદથી સતત વિરાટ અને બીસીસીઆઈ તરફથી મોટા-મોટા નિવેદન સામે આવી રહ્યાં છે. આ વચ્ચે બીસીસીઆઈ તરફથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. હકીકકતમાં એક ઉચ્ચ અધિકારીએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અધિકારીએ આપ્યું રાજીનામુ
બીસીસીઆઈના મુખ્ય ચિકિત્સા અધિકારી (CMO) અભિજીત સાલ્વીએ વ્યક્તિગત કારણોથી રાજીનામુ આપી દીધુ છે. સાલ્વીએ શનિવારે જણાવ્યુ કે તેમનો નોટિસ પિરીયડ 30 નવેમ્બરે સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ તેણણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણથી સાત ડિસેમ્બર (છ ડિસેમ્બર) સુધી ચાલેલી બીજી ટેસ્ટ મેચ સુધી પોતાની સેવાઓ આપી હતી. કોવિડ-19ના મુશ્કેલ સમય દરમિયાન બાયો-બબલ અને ખેલાડીઓના વારંવાર થતાં ટેસ્ટને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની ભૂમિકા મહત્વની થઈ ગઈ છે. 


આ પણ વાંચોઃ SA વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં Playing 11 નક્કી, કોહલી ખુબ આ બે ખેલાડીઓને કરશે બહાર


કારણ સામે ન આવ્યું
સાલ્વીએ કહ્યુ- હું આ તક આપવા માટે બીસીસીઆઈનો આભાર માનુ છું. હું આ સંગઠનને 10 વર્ષ આપ્યા બાદ આગળ વધવા ઈચ્છતો હતો. કોવિડ-19ના સમયમાં આ 24×7 જેવી નોકરી બની ગઈ હતી અને હું હવે ખુદ અને પરિવારને સમય આપવા ઈચ્છુ છું. સાલ્વી બીસીસીઆઈના ઉંમર ચકાસણી, એન્ટી ડોપિંગ વિરોધી અને સ્વાસ્થ્ય વિભાગના પ્રભારી હતા. તેમનું રાજીનામું આગામી મહિને યોજાનાર અન્ડર-19 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ (વિજય મર્ચેટ ટ્રોફી) પહેલા આવ્યું છે. 


સાલ્વીએ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સહિત કેટલાક પ્રવાસ પર ભારતીય ટીમ સાથે યાત્રા કરવી પડી હતી. તેણે IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની બે સિઝન અને UAE માં રમાયેલ T20 વર્લ્ડ કપ માટે તબીબી વ્યવસ્થાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું, જેનું આયોજન ભારત દ્વારા કરવામાં આવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube