22 ઓક્ટોબરે યોજાશે બીસીસીઆઈની ચૂંટણીઃ સીઓએ
સીઓએએ ન્યાયાલય દ્વારા નિયક્ત ન્યાયમિત્ર પીએસ નરસિમ્હા સાથે સલાહ બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. સર્વોચ્ચ ન્યાયાલયે નરસિમ્બાને વિભિન્ન રાજ્યો સંઘોની સાથે મધ્યસ્થા કરવા માટે નિમણુક કર્યાં હતા.
નવી દિલ્હીઃ પ્રસાશકોની સમિતિ (સીઓએ)એ મંગળવારે કહ્યું કે, ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ની બહુચર્ચિત ચૂંટણી 22 ઓક્ટોબરે યોજાશે. સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2017માં લોઢા સમિતિની ભલામણો લાગૂ કરવા માટે સીઓએની નિયુક્તિ કરી હતી. સીઓએએ ન્યાયાલય દ્વારા નિયુક્ત ન્યાયમિત્ર પીએસ નરસિમ્હાની સલાહ બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. સર્વોચ્ચ ન્યાયાલયે નરસિમ્હાની વિભિન્ન રાજ્ય એસોસિએશન સાથે મધ્યસ્થતા કરવા માટે માર્ચમાં નિમણુંક કરી હતી.
આ બેઠકમાં સીઓએ પ્રમુખ વિનોદ રાયની સાથે બે અન્ય સીઓએ ડાયના એડુલ્જી અને રવિ થોગડે પણ સામેલ થયા હતા. બેઠકમાં રાજ્યોની ચૂંટણી 14 સપ્ટેમ્બરે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાયે કહ્યું કે, 30 રાજ્ય એસોસિએશન લોઢા સમિતિના સૂચનનું પાલન કરી રહ્યાં છે જ્યારે બાકી રાજ્ય સંઘ તેના પ્રમાણે બંધારણમાં ફેરફાર કરી રહ્યાં છે. રાયે કહ્યું કે, તેમને ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં ખુશી થઈ રહી છે.
તેમણે કહ્યું, 'જ્યારે સુપ્રીમ કોર્ટે મારી નિમણુંક કરી હતી ત્યારે મેં કહ્યું હતું કે હું નાઇટવોચમેનની ભૂમિકામાં રહીશ અને આ ભૂમિલામાં લાંબા સમય સુધી રહ્યો.' તેમણે કહ્યું, 'અમે (સીઓએ) ખુશ છીએ કારણ કે અમારા કામનું વર્તુળ સીમિત હતું.' આ તેના (રાજ્ય એસોસિએશનો) બંધારણ (લોઢા ભલામણ અનુસાર)ને સ્વીકારવા માટે અનિવાર્ય કરવામાં આવ્યું હતું. તેને (સંઘો)ને તેનાથી મુશ્કેલી હતી પરંતુ અમારા, ન્યાયમિત્ર અને કોર્ટ વચ્ચે મધ્યસ્થા બાદ તેનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. અમે તેને તેના હવાલે કરીને ખુશ છીએ.
World Cupનું ફોર્મેટ પડકારજનક, કોઈપણ ટીમ સર્જી શકે છે અપસેટઃ કોહલી
પૂર્વ સીએજીએ કહ્યું, 'અમે જાણીએ છીએ કે લોકતાંત્રિક રીતે પસંદ થયેલા એકમે દેશમાં ક્રિકેટનું સંચાલન કરવું જોઈએ.' રાયે આ તકે રાજ્ય સંઘો સાથે ઉકેલ લાવવા માટે નરસિમ્હાની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, 'અમે સુપ્રીમમાં ઘણા સ્થિતિ રિપોર્ટ (કુલ 10) દાખલ કર્યા ન્યાયાલયે તમામ સંઘોને સાંભળ્યા અને ત્યારબાદ તેમણે મધ્યસ્થતા માટે ન્યાયમિત્રની નિમણુંક કરી હતી.'
રાયે કહ્યું, 'ન્યાયમિત્રએ રાજ્ય સંઘો સાથે વાતચીત કરવા માટે 150 કલાક કરતા વધુ સમય લીધો હતો.' અંતે રાજ્ય એસોસિએશનોએ આગળ આવીને તમામ ભલામણોનો સ્વિકાર કરી લીધો છે, લગભગ 30 સંઘોએ તેનું અનુપાલન કર્યું છે. રાજ્ય એકમો માટે સર્વોચ્ચ પરિષદમાં સભ્યોની સંખ્યા વધારી શકાય છે, પરંતુ પ્રસ્તાવ પ્રમાણે બીસીસીઆઈમાં તે નવ સભ્યો સુધી સિમિત રહેશે. સર્વોચ્ચ ન્યાયાલયે જાન્યુઆરી 2017માં બીસીસીઆઈના તત્કાલિન અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને સચિવ અજય શિર્કેને અયોગ્ય જાહેર કરી દીધા હતા.