નવી દિલ્હી: ભારતીય ટીમનાં સ્ટાર બોલર મોહમ્મદ શમીને બીસીસીઆઇએ ખુબ મોટી રાહત આપી છે. બીસીસીઆઇની એન્ટી કરપ્શન યૂનિટ (એસીયૂ)એ શમીને ભ્રષ્ટાચારનાં આરોપો મુદ્દે ક્લિનચીટ આપી છે. બીસીસીઆઇએ શમીની પત્ની હસીન જહા દ્વારા લગાવવામાં આવેલા મેચ ફિક્સિંગનાં આરોપો ફગાવી દીધા છે. આ સાથે જ તેમણે પોતાનાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં બી ગ્રેડમાં સમાવેશ કરી લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉપરાંત તેઓ સાત એપ્રીલથી ચાલુ થઇ રહેલ આઇપીએલ ટૂર્નામેન્ટમાં પોતાની ફ્રેન્ચાઇઝી દિલ્હી ડેયરડેવિલ્સની તરફથી રમવા માટે પણ સ્વતંત્ર હશે. બીસીસીઆઇએ તે અગાઉ હસીન જહાનાં આરોપોને ધ્યાને રાખીને શમીનાં કોન્ટ્રાક્ટને રોકવાનો નિર્ણય લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઇએ તેના પર લાગેલા ફિક્સિંગનાં આરોપોની તપાસ કરાવી હતી અને તપાસ કમિટીએ માહિતીઆપી કે તેમના પર લાગેલા ફિક્સિંગનાં આરોપો યોગ્ય નથી.


અત્રે ઉલ્લેખનીય છે કે, શમીની પત્ની હસીન જહાએ તેનાં પર ઘરેલુ હિંસા સહિત મેચ ફિક્સિંગનાં ગંભીર આરોપ લગાવ્યા હતા અને તેમ પણ કહ્યું હતું કે, તેમણે પાકિસ્તાન મહિલા અલિશ્બા દ્વારા મોહમ્મદ ભાઇ પાસેથી પૈસા લીધા હતા. ત્યાર બાદ બીસીસીઆઇએ પોતાનાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી શમીનું નામ હટાવી દીધું હતું. આઇપીએળમાં પણ તેનાં રમવા મુદ્દે શંકાઓ ઘેરાયેલી હતી. જો કે બીસીસીઆઇનાં એન્ટી કરપ્શન યૂનિટ દ્વારા ક્લિનચીટ અપાયા બાદ હવે રસ્તો સાફ છે.