દેહરાદૂન/નવી દિલ્હીઃ લાંબા સમયથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) પાસેથી ક્રિકેટ રમવાની માન્યતા માંગી રહેલા ઉત્તરાખંડ માટે સોમવાર ખુશખબરી લઈને આવ્યો. ઉત્તરાખંડ ક્રિકેટને સોમવારે બીસીસીઆઈ તરફથી રણજી રમવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આશરે 18 વર્ષ બાદ આમ થયું છે. બીસીસીઆઈએ સોમવારે દિલ્હીમાં યોજાયેલી ચાર એસોસિએશનની બેઠકમાં 9 સભ્યોની વિશેષ કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. માનવામાં આવી રહ્યું છે કે, બીસીસીઆઈએ એસોસિએશનના ઝગડાને સમાપ્ત કરવા માટે આ નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કમિટીનું નામ ઉત્તરાખંડ ક્રિકેટ કમ્સેસ કમિટી હશે. આ કમિટીમાં ચાર એસોસિએશનના છ સભ્યો, બીસીસીઆઈમાંથી બે સભ્યો અને એક પ્રતિનિધિ રાજ્યમાંથી હશે. આ કમિટીને એક વર્ષ માટે માન્યતા પણ આપવામાં આવી છે. બીસીસીઆઈના આ નિર્ણયથી ઉત્તરાખંડના ક્રિકેટ ખેલાડીઓને ઓળખ મળી શકશે. આ સાથે તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર રમવાના વધુ અવસર મળશે. અત્યાર સુધી ઉત્તરાખંડના ખેલાડીઓ બીજા રાજ્યોના ક્રિકેટ સંઘ સાથે જોડાઈને ક્રિકેટ રમતા હતા. 


બીસીસીઆઈના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા ઉત્તરાખંડના રમત-ગમત પ્રધાન અરવિંડ પાન્ડેયે કહ્યું કે, આજે ઉત્તરાખંડને મોટી સફળતા મળી છે. તેમણે આ સફળતાનો શ્રેય લેતા કહ્યું કે, બીસીસીઆઈનો મેં સંપર્ક કર્યો હતો. પાન્ડેયે કહ્યું કે, મેં બીસીસીઆઈ સાથે આ મામલે આશરે 9 બેઠક યોજી છે. અરવિંદ પાન્ડેયનું કહેવું છે કે, એક વર્ષ માટે વિશેષ કમિટીને માન્યતા મળી છે. તેમના પ્રમાણે આ વિશેષ કમિટી રણજી ટ્રોફીની રમતની તારીખોનું જલદી એલાન કરશે.