નવી દિલ્હીઃ Indian T20 Team: ટી20 વિશ્વકપ 2022માં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેનડ્ સામે સેમીફાઇનલમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ઘણા સ્ટાર ખેલાડીઓના ટીમમાં યથાવત રહેવાને લઈને સવાલ ઉઠ્યા હતા. સુનીલ ગાવસ્કર અને હરભજન સિંહ જેવા દિગ્ગજ ખેલાડીઓએ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનીમાંગ કરી. ટી20 વિશ્વકપ 2022માં હાર બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લેતા પસંદગી સમિતિને ભંગ કરી દીધી છે. હવે ઘણા દિગ્ગજ ખેલાડીઓ વિશે પણ બીસીસીઆઈ મોટો નિર્ણય કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખેલાડીઓ પર લટકી તલવાર
હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટમાં BCCI ના નજીકના સૂત્રોના હવાલાથઈ કહેવામાં આવ્યું છે કે આગામી વિશ્વકપ માટે એક નવી ટીમને મેદાનમાં ઉતારવામાં આવશે, જે 2024માં રમાશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાર્દિક પંડ્યા ટી20 ટીમની કમાન સંભાળવા માટે પહેલી પસંદ છે. BCCI ક્યારેય કોઈને નિવૃત્તિ લેવા માટે કહેતું નથી. આ વ્યક્તિગત નિર્ણય છે. પરંતુ 2023માં કેટલીક ટી20 મેચ રમાવાની છે, મોટા ભાગના સીનિયર વનડે અને ટેસ્ટ મેચો પર ધ્યાન આપશે.


આ પણ વાંચોઃ IND vs NZ: ક્રાઇસ્ટચર્ચમાં સિરીઝ બચાવવા ઉતરશે ભારત, શિખર ધવને બનાવી ખાસ રણનીતિ


શું આ ખેલાડીઓ થશે બહાર? 
રોહિત શર્મા અને કેએલ રાહુલ ટી20 વિશ્વકપ 2022માં સારૂ પ્રદર્શન કરી શક્યા નહોતા. બંને ઓપનિંગ બેટર ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. દિનેશ કાર્તિક 37 વર્ષનો થઈ ગયો છે અને બીસીસીઆઈએ તેની પસંદગી ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે પણ કરી નહોતી. આર અશ્વિનની સાથે પણ તે થયું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આગામી વર્ષે ઘણા સીનિયર ખેલાડીઓ ટી20માં રમતા જોવા મળશે નહીં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube