ICC ચેરમેન પદ માટે સૌરવ ગાંગુલીની આ ગુજરાતી સાથે થશે ટક્કર! રિપોર્ટમાં દાવો

ICC ના હાલના ચેરમેન ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ આ વર્ષે પૂર્ણ થઈ રહ્યો છે. હવે આ પદ માટે સૌરવ ગાંગુલીની એક ગુજરાતી સાથે ટક્કર થઈ શકે છે. ગાંગુલી તેમના સમયના શાનદાર કેપ્ટન રહ્યા છે.
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના હાલના ચેરમેન ગ્રેગ બાર્કલે તેમના કાર્યકાળને આગળ વધારવા માંગતા નથી. તેઓ વર્ષ 2020 થી ICC ના ચેરમેન છે. હવે આ પદ માટે સૌરવ ગાંગુલીની સામે એક ગુજરાતી મેદાનમાં છે. સૌરવ ગાંગુલી આ સમયે બીસીસીઆઇના અધ્યક્ષ છે.
આમને સામને થઈ શકે છે આ ભારતીય
'ધ ટેલીગ્રાફ'ના રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સૌરવ ગાંગુલી અને જય શાહ બંને આઇસીસીના ચેરમેન બનવા ઇચ્છે છે. ICC ના ચેરમેન માટે સૌરવ ગાંગુલી અને જય શાહ આમને-સામને થઈ શકે છે. જો બંનેમાંથી કોઈપણ આઇસીસીના ચેરમેન બને છે તો તે પાંચમો ભારતીય હશે, જે આ પદને શુશોભિત કરશે. આઇસીસીના ચેરમેનનો કાર્યકાળ બે વર્ષનો હોય છે અને તેને છ વર્ષથી વધારે આગળ વધારી શકાય નહીં.
SRH ની હાર બાદ તૂટ્યુ આ મિસ્ટ્રી ગર્લનું દિલ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો PHOTO
ભારતમાંથી બની ચૂક્યા છે આટલા ચેરમેન
અત્યાર સુધી ચાર ભારતીય આઇસીસીના ચેરમેન બની ચૂક્યા છે. જગમોહન ડાલમિયા પહેલા ભારતીય હતા, જેઓ આ પદ સુધી પહોંચ્યા હતા. તેમનો કાર્યકાળ (1997-2000) સુધીનો હતો. શરદ પવાર (2010-2012), એન શ્રીનિવાસન (2014-2015) અને શશાંક મનોહર (2015-2020) આ પદ સંભાળી ચૂક્યા છે. આઇસીસીના હાલના ચેરમેન ગ્રેગ બાર્કલ તેમના કાર્યકાળને આગળ વધારવા માંગતા નથી. ચેરમેન પદ માટે નવેમ્બર 2022 માં ચૂંટણી યોજાઈ શકે છે. 2023 વર્લ્ડ કપનું આયોજન ભારતમાં થશે. તેથી પહેલા બીસીસીઆઇ ઇચ્છે છે કે આઇસીસીમાં પોતાનો દબદબો વધી જાય.
IPL માં મળ્યો બુમરાહ કરતા પણ ખતરનાક બોલર, મોટામાં મોટા બેટિંગ ઓર્ડરના કાઢ્યા છોતરાં
સૌરવ ગાંગુલી રહ્યા છે શાનદાર કેપ્ટન
મોહમ્મદ અઝહરુદ્દીન બાદ સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. ત્યારબાદ તે ટીમ ઇન્ડિયાને નવી ઉંચાઈઓ સુધી લઈ ગયા હતા. તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા વિદેશોમાં જીતવાનું શીખી, પરંતુ તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતને 2003 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો. તેમણે ભારત માટે 113 ટેસ્ટ મેચમાં 7212 રન અને 311 વનડે મેચમાં 11363 રન બનાવ્યા. તેમણે ભારતીય ટીમને પોતના દમ પર ઘણી મેચ જીતાડી હતી. ત્યારે જય શાહ દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર છે અને બીસીસીઆઇમાં તેમની પાસે અત્યારે સચિવ પદ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube