IPL માં મળ્યો બુમરાહ કરતા પણ ખતરનાક બોલર, મોટામાં મોટા બેટિંગ ઓર્ડરના કાઢ્યા છોતરાં

આ બોલર એવો છે જે મોટામાં મોટા બેટિંગ ઓર્ડરના છોતરાં કાઢી શકે છે અને IPL 2022 માં પણ તેનું એક મોટું ટ્રેલર જોવા મળ્યું છે. આ બોલર ભારત વિરોધી ટીમો માટે સૌથી મોટો કાળ સાબિત થઈ શકે છે. આ ખેલાડી તેના પોતાના દમ પર ભારતને મેચ પણ જીતાડી શકે છે.

IPL માં મળ્યો બુમરાહ કરતા પણ ખતરનાક બોલર, મોટામાં મોટા બેટિંગ ઓર્ડરના કાઢ્યા છોતરાં

નવી દિલ્હી: IPL 2022 દ્વારા ટીમ ઇન્ડિયાને જસપ્રીત બુમરાહથી પણ ખતરનાક બોલર મળ્યો છે. આ બોલર એવો છે જે મોટામાં મોટા બેટિંગ ઓર્ડરના છોતરાં કાઢી શકે છે અને IPL 2022 માં પણ તેનું એક મોટું ટ્રેલર જોવા મળ્યું છે. આ બોલર ભારત વિરોધી ટીમો માટે સૌથી મોટો કાળ સાબિત થઈ શકે છે. આ ખેલાડી તેના પોતાના દમ પર ભારતને મેચ પણ જીતાડી શકે છે.

IPL માં ટીમ ઇન્ડિયાને મળ્યો બુમરાહથી પણ ખતરનાક બોલર
IPL 2022 માં એક ખતરનાક ફાસ્ટ બોલર તેના તોફાની પ્રદર્શનથી તબાહી મચાવી રહ્યો છે. ટીમ ઇન્ડિયામાં હવે આ ફાસ્ટ બોલરની જગ્યા પાક્કી જોવા મળી રહી છે. આ બોલર ટીમ ઇન્ડિયાનો સૌથી ખતરનાક હથિયાર બનશે, જે બુમરાહ કરતા પણ વધુ ઘાતક હશે. હાલ આઇપીએલ 2022 માં આ ખતરનાક બોલર સામે દુનિયાભરના બેટ્સમેન બેટિંગ કરવાથી ડરી રહ્યા છે. આ મેચ વિનર કોઈ બીજો નહીં ભારતીય ફાસ્ટ બોલર આવેશ ખાન છે.

મોટામાં મોટા બેટિંગ ઓર્ડરના કાઢી શકે છે છોતરાં
આવેશ ખાને સોમવારના એક આઇપીએલ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમી તબાહી મચાવી હતી. આવેશ ખાને સનરાઈઝર્સ હૈદરાબાદના બેટિંગ ઓર્ડરના છોતરાં કાઢી નાખ્યા હતા. આ મેચમાં આવેશ ખાને 4 ઓવરમાં 24 રન આપી 4 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન આવેશ ખાને કેન વિલિયમસન, અભિષેક શર્મા, નિકોલસ પુરન અને અબ્લુદ સમદને પેવેલિયન પરત મોકલ્યા હતા. આવેશ ખાન એક એવો બોલર છે, જે વિરોધ ટીમના બેટ્સમેનના છોતરાં કાઢી નાખે છે. ગઈકાલની મેચમાં આવેશ ખાને કંઇક આવો જ નજારો દેખાડ્યો હતો. આવેશને 'મેન ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો.

IPL 2022 માં મચાવી રહ્યો છે તબાહી
આવેશ ખાન IPL 2022 માં ખુબ જ તબાહી મચાવી રહ્યો છે. આવેશ ખાને આ IPL સીઝનમાં સૌથી વદારે વિકેટ લેનાર બોલરની લિસ્ટમાં લાંબો કુદકો મારતા બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. IPL 2022 સીઝનમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલરની લિસ્ટમાં ઉમેશ યાદવ 8 વિકેટ સાથે હજુ પણ ટોપ પર છે, પરંતુ આવેશ હવે તેનાથી માત્ર એક વિકેટ પાછળ છે. આવેશના ખાતામાં આ મેચ બાદ કુલ સાત વિકેટ થઈ ગઈ છે. ત્યારે ત્રીજા નંબર પર પંજાબ કિંગ્સનો રાહુલ ચહર છે. જેના ખાતામાં કુલ 6 વિકેટ છે. ત્યારબાદ પાંચ બોલર એવા છે જેમણે અત્યાર સુધીમાં 5-5 વિકેટ લીધી છે. આવેશ ખાને અત્યાર સુધીમાં 28 IPL મેચમાં 23.44 ની શાનદાર સરેરાશથી 36 વિકેટ હાંસલ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news