IPL 2020: સૌરવ ગાંગુલીએ કર્યો ખુલાસો, આ દિવસે રિલીઝ થશે ટૂર્નામેન્ટનું શિડ્યૂલ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને શરૂ થવામાં હવે ફક્ત 15 દિવસનો સમય બાકી રહી ગયો છે. પરંતુ ફટાફટ ક્રિકેટના મહાકુંભના શિડ્યૂલને હજુ રિલીઝ કરવામાં આવ્યું નથી. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ આઇપીએલ 2020નું શિડ્યૂલને લઇને અંતિમ ચુપ્પી તોડી દીધી છે.
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને શરૂ થવામાં હવે ફક્ત 15 દિવસનો સમય બાકી રહી ગયો છે. પરંતુ ફટાફટ ક્રિકેટના મહાકુંભના શિડ્યૂલને હજુ રિલીઝ કરવામાં આવ્યું નથી. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ આઇપીએલ 2020નું શિડ્યૂલને લઇને અંતિમ ચુપ્પી તોડી દીધી છે. જોકે તાજેતરમાં દાદાએ જણાવ્યું હતું કે આગામી આઇપીએલ સીઝન 13નું ફૂલ શિડ્યૂલ ક્યારે જાહેર કરવામાં આવશે.
4 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે આઇપીએલ 13નું શિડ્યૂલ
અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ એક મીડિયા ઇન્ટરવ્યું દરમિયાન ફેન્સની આતુરતાનો અંત લાવતાં આઇપીએલ-13ના શિડ્યૂલને કયા દિવસે જાહેર કરવામાં આવશે તેના પર ખુલાસો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે 4 સપ્ટેમ્બર 2020 એટલે કે શુક્રવારે આઇપીલ 2020નું ફૂલ શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ પહેલાં બીસીસીઆઇ અને આઇપીએલ ગર્વનર કાન્સિલએ ગત 30 ઓગસ્ટના રોજ આ આઇપીએલના શિડ્યૂલને જાહેર કરવાનો પ્લાન બનાવ્યો હતો.
પરંતુ આઇપીએલ ફેંચાઇઝી ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ના 13 સભ્યોને કોરોના પોઝિટિવ આવતાં તેમાં મોડું થયું હતું. એવામાં હવે આ ફાઇનલ થઇ ગયું છે કે 4 સપ્ટેમ્બરના રોજ બીસીઆઇ તરફથી આઇપીએલ 13ના ફૂલ શિડ્યૂલની જાહેરાત થશે. અત્રે ઉલ્લેખનીય છે આ ટૂર્નામેન્ટ માટે તમામ ટીમો સંયુક્ત અરબ અમીરાત (UAE) પહોંચી ચૂકી છે અને તે કોરોના વાયરસના સુરક્ષાની વ્યવસ્થાના આધારે બાયો સિક્યોર બબલ હેઠળ પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે.
19 સપ્ટેમ્બરના રોજ પહેલી મેચ, ફાઇનલ 10 નવેમ્બરના રોજ
જોકે બીસીસીઆઇએ આઇપીએલ 2020ની ઉદઘાટન મેચ અને ફાઇનલ મુકાબલાની તારીખોની જાહેરાત પહેલાં જ કરી દીધી હતી. જેથી આધાર પર 19 સપ્ટેમ્બર 2020ના રોજ આ વર્ષની ઇન્ડિયન પ્રીમિયર લીગની ઓપનિંગ મેચ રમાશે. જ્યારે ખિતાબી મુકાબલો 10 નવેમ્બરના રોજ હશે. આ સાથે જ યૂએઇના મેદાન અબુધાબી, દુબઇ અને શારજહાંમાં આ 13મી સીઝનનો મુકાબલો આયોજિત કરવામાં આવશે. આ સાથે જ આ વર્ષ આઇપીએલમાં 10 ડૅબલ હેડર પણ રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે આઇપીએલ 2020ની પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે રમાશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube