ગાંગુલીએ જણાવ્યું, ભારતીય ક્રિકેટ માટે કેટલી અસરકારક હશે ડે-નાઇટ ક્રિકેટની શરૂઆત
Day-Night Test: બીસીસીઆઈના અધ્યક્ષનું માનવું છે કે ટીમ ઈન્ડિયાના ડે-નાઇટ ટેસ્ટની શરૂઆત થવાથી રમતના વિકાસમાં મોટી મદદ મળશે.
કોલકત્તાઃ આગામી મહિને (22 નવેમ્બર) ભારતીય ટીમ બાંગ્લાદેશની સાથે (India vs Bangladesh) પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ (Day-Night Test) રમશે. આ વિશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નવ નિયુક્ત અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ આ મેચના મહત્વ માટે નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે દિવસ-રાત ટેસ્ટ મેચ રમતના સૌથી મોટા ફોર્મેટને તેને ખોવાયેલી ઓળખ અપાવવામાં મોટી ભૂમિકા ભજવશે.
બીસીબીએ આપી છે મંજૂરી
ભારતે 22 નવેમ્બરથી કોલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં બાંગ્લાદેશની સાથે પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવાની છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે મંગળવારે ભારતની સાથે કોલકત્તામાં પ્રથમ દિવસ-રાત ટેસ્ટ મેચને લીલી ઝંડી આપી દીધી છે. ગાંગુલીએ કહ્યું, 'દિવસ-રાત ટેસ્ટ મેચ એક મોટું પગલું છે અને અમારૂ માનવું છે કે આ દર્શકો અને યુવા બાલકોને સ્ટેડિયમ સુધી લઈને જશે. હું ખુબ ગર્વ અનુભવી રહ્યો છું કે ઈડન ગાર્ડન ભારતમાં રમાનારી પ્રથમ દિવસ-રાત ટેસ્ટની યજમાની કરશે.'
બીસીબીનો માન્યો આભાર
તેમણે કહ્યું, 'હું બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજ્મુલ હસન અને તેમની ટીમનો આટલા ઓછા સમયમાં અમારા પ્રસ્તાવનો સ્વીકાર કરવા માટે આભાર માનું છું. હું ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો પણ તેના સહયોગ માટે આભાર વ્યક્ત કરુ છું.'
ક્રિકેટને આગળ લઈ જશે આ પગલું
ગાંગુલીએ કહ્યું કે, ભારતીય ક્રિકેટમાં એક વિશેષ વસ્તુની શરૂઆત છે. ગાંગુલીએ કહ્યું, 'આ ભારતીય ક્રિકેટમાં એક વિશેષ વસ્તુની શરૂઆત છે. દેશના ક્રિકેટને આગળ લઈ જવું નવા પદાધિકારીઓ અને એપેક્સ કાઉન્સિલના સભ્યોની પ્રાથમિકતા છે. ભારતના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષના રૂપમાં મારા માટે ટેસ્ટ ક્રિકેટની પ્રાથમિકતા સૌથી વધુ છે અને અમે આ ફોર્મેટને પરત લોકપ્રિય બનાવવામાં કોઈ કસર છોડીશું નહીં.'
IND vs BAN: શાકિબ પર પ્રતિબંધ લાગતા બાંગ્લાદેશની ટીમ બદલાઇ, આ ખેલાડી બન્યો કેપ્ટન
યુદ્ધના ધોરણે ચાલી રહી છે તૈયારી
ઉલ્લેખનીય છે કે આ મેચ માટે બીસીસીઆઈ યુદ્ધ સ્તર પર તૈયારી કરી રહ્યું છે. આ મેચનું સફળ આયોજન માટે સૌથી મોટો પડકાર ગુલાબી બોલની વ્યવસ્થા કરવાનો છે. ગાંગુલીએ સૂચન આપ્યું છે કે દસ દિવસની અંદર પર્યાપ્ત સંખ્યામાં ગુલાબી બોલ ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી બંન્ને ટીમ મેચથી પહેલા સારી રીતે પ્રેક્ટિસ કરી શકે. બંન્ને ટીમો પ્રથમવાર ડે-નાઇટ ટેસ્ટ રમી રહી છે.