સૌરવ ગાંગુલીએ કરાવ્યો કોરોના વાયરસ ટેસ્ટ, જાણો શું આવ્યું રિઝલ્ટ
બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) કોરોના વાયરસ (Coronavirus) તપાસમાં નેગેટિવ જોવા મળ્યા. તેમણે સાવચેતી રૂપે તેના નમૂનાઓ આપ્યા હતા. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલી એક અઠવાડિયાથી વધુ સમયથી હોમ ક્વોરન્ટાઇનમાં છે. તેનો મોટો ભાઈ સ્નેહાશીષ ગાંગુલી કોરોના તપાસમાં પોઝિટિવ જોવા મળ્યો હતા.
કોલકાતા: બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) કોરોના વાયરસ (Coronavirus) તપાસમાં નેગેટિવ જોવા મળ્યા. તેમણે સાવચેતી રૂપે તેના નમૂનાઓ આપ્યા હતા. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલી એક અઠવાડિયાથી વધુ સમયથી હોમ ક્વોરન્ટાઇનમાં છે. તેનો મોટો ભાઈ સ્નેહાશીષ ગાંગુલી કોરોના તપાસમાં પોઝિટિવ જોવા મળ્યો હતા.
આ પણ વાંચો:- ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા ઝટકો, સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમની 2 મહિલા ખેલાડી કોરોનાથી સંક્રમિત
ગાંગુલીના નજીકના એક સ્ત્રોતે જણાવ્યું હતું કે, તેઓ તેમની બીમાર માતા અને પરિવાર સાથે રહે છે, તેથી સાવચેતી તરીકે તેમની જાતે જ ટેસ્ટ કરવ્યો હતો. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બંગાળના ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સ્નેહાશીષ સ્વસ્થ થઈ રહ્યા છે અને તેમને એકથી બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. સ્નેહશીષની પત્ની, સાસુ, સસરા અને ઘરેલુ સહાયિકા પણ પોઝિટિવ મળી હતી. ત્યારથી તે બેહાલામાં સ્થિત તેમના પૂર્વજોના મકાનમાં રહેતા હતા.
આ પણ વાંચો:- IPL 2020 ની તારીખોની જાહેરાત, જાણો યૂએઇમાં ક્યારે યોજાશે પહેલો મુકાબલો
પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમણના 53,973 કેસ નોંધાયા છે, જેમાંથી 19,154 એક્ટિવ કેસ છે. ઉલ્લેખનીય વાત એ છે કે, થોડા અઠવાડિયામાં કોલકાતા પોલીસના 500થી વધુ સૈનિકો કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ કોલકત્તા પોલીસે CABને અનુરોધ કર્યો હતો કે ઇએડન ગાર્ડન્સ સ્ટેડિયમને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રૂપાંતરિત કરવા માટે અહીં 5 બ્લોકનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા આવે. સીએબી પ્રમુખ અભિષેક દાલમિયાએ જણાવ્યું હતું કે મુશ્કેલીની આ ઘડીમાં વહીવટીતંત્રને મદદ અને સહકાર આપવાનું અમારી ફરજ છે.
(ઇનપુટ ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube