IPL 2020 ની તારીખોની જાહેરાત, જાણો યૂએઇમાં ક્યારે યોજાશે પહેલો મુકાબલો
બહુ પ્રતિક્ષિત ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL 2020) 19 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત અરબ અમીરાત (UAE) માં શરૂ થશે અને તેની ફાઇનલ 8 નવેમ્બરના રોજ રમાશે. આઇપીએલ ચેરમેન બ્રજેશ પટેલે શુક્રવારે પીટીઆઇને આ જાણકારી આપી હતી.
Trending Photos
નવી દિલ્હી: બહુ પ્રતિક્ષિત ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL 2020) 19 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત અરબ અમીરાત (UAE) માં શરૂ થશે અને તેની ફાઇનલ 8 નવેમ્બરના રોજ રમાશે. આઇપીએલ ચેરમેન બ્રજેશ પટેલે શુક્રવારે પીટીઆઇને આ જાણકારી આપી હતી. આપીએલ સંચાલન પરિષદની આગામી બેઠક થશે જેમાં તેને અંતિમ રૂપ આપવાની સાતેહ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે. જાણવા મળ્યું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ પોતાની યોજના સાથે ફ્રેંચાઇઝીને માહિતગાર કરી દીધા છે.
પીટીઆઇના અનુસાર ગુરૂવારે તારીખોના સમાચાર આપ્યા હતા, ત્યારબાદ બ્રજેટ પટેલે તેની પુષ્ટિ કરી. બ્રજેશ પટેલે કહ્યું કે 'સંચાલન પરિષદ જલદી જ બેઠક કરશે પરંતુ અમે કાર્યક્રમ નક્કી કરી લીધો છે. IPL 2020 19 સપ્ટેમ્બરથી શરૂ થઇને 8 નવેમ્બર સુધી રહેશે. અમને સરકારની મંજૂરીની આશા છે. આ 51 દિવસનો કાર્યક્રમ હશે. આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના ઓક્ટોબર નવેમ્બરમાં થનારી ટી-20 વર્લ્ડકપને સ્થગિત કરવાનો નિર્ણય કર્યા બાદ આઇપીએલનું આયોજન સંભવ થયું છે.
બ્રજેશ પટેલે કહ્યું કે કોરોના વાયરસ મહામારીના ખતરાથી બચવા માટે માનક ઓપરેટિંગ પ્રક્રિયા (SOP) તૈયાર કરવામાં આવી રહી છે અને બીસીસીઆઇ સત્તાવાર રીતે એમિરેટ્સ ક્રિકેટ બોર્ડને લખશે. બ્રજેશ પટેલે કહ્યું કે 'અમીસઓપી બની રહ્યા છે અને થોડા દિવસોમાં તૈયાર થઇ જશે. દર્શકોને પરવાનગી આપવી કે નહી તે સંયુક્ત અરબ અમીરાત (UAE) સરકાર પર નિર્ભર રહેશે. અમે આ નિર્ણય તેમની સરકાર પર છોડવામાં આવશે. તેમછતાં સામાજિક અંતરનું પાલન કરવું પડશે. અમે સત્તાવાર રીતે પણ યૂએઇ બોર્ડને લખીશું.
યૂએઇમાં 3 મેદાન ઉપલબ્ધ છે જે દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ શેખ જાયદ સ્ટેડિયમ (અબુધાબી) અને શાહજાદ મેદાન છે. જાણવા મળ્યું છે કે બીસીસીઆઇ ટીમોની ટ્રેનિંગ માટે આઇસીસી એકેડમીનું મેદાન ભાડે લેવામાં આવશે. આઇસીસી એકેડમીમાં 2 મોટા આકારના મેદાન પર છે. સાથે જ 38 ટર્ફ પીચ, છ ઇન્ડોર પીચ, 5700 વર્ગ ફૂટ આઉટડોર કંડીશનિંગ ક્ષેત્ર છે જેમાં ફિજિયોથેરેપી અને ચિકિત્સા સેન્ટર પણ છે.
તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આઈપીએલ 26 સપ્ટેમ્બરથી શરૂ થશે પરંતુ બીસીસીઆઈ તેને એક સપ્તાહ પહેલા શરૂ કરવા ઈચ્છે છે જેથી ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર અસર ન પડે. અધિકારીએ કહ્યુ, ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સરકારના નિયમો અનુસાર ત્યાં પહોંચવા પર 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇન રહેવું પડશે. તેમાં મોડુ કરવાથી મુશ્કેલી થઈ શકે છે.
તેમણે કહ્યુ, 51 દિવસના કાર્યક્રમની સારી વાત તે હશે કે તેમાં એક દિવસમાં બે મેચોનું આયોજન ઓછુ થશે. સાત સપ્તાહ સુધી ટૂર્નામેન્ટ ચાલવાથી અમે પાંચ દિવસ બે મેચોના આયોજનના મૂળ કાર્યક્રમ પર ટકી શકીએ. પ્રત્યેક ટીમને અભ્યાસ માટે એક મહિનાના સમયની જરૂર પડશે અને તેવામાં ફ્રેન્ચાઇઝી 20 ઓગસ્ટ સુધી આયોજન સ્થળ પર પહોંચી જશે. તેથી તેને તૈયારી માટે ચાર સપ્તાહનો સમય મળી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે