મુંબઈઃ નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને ટીમ ઈન્ડિયાએ પણ પોતાના મિશન પર આગળ વધવા માટે પ્લાન બનાવ્યો છે. વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાએ વિશ્વકપ જીતવાની તક ગુમાવી દીધી હતી. સાથે અનેક મુશ્કેલી પણ આવી હતી. આ વચ્ચે વર્ષના પહેલા દિવસે એટલે કે રવિવારે ભારતીય ક્રિકેટ બોર્ડની એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન, રોડમેપ અને અન્ય ચિંતાઓ પર વાત થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈમાં યોજાયેલી રિવ્યૂ બેઠકમાં ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રોજર બિન્ની, સચિવ જય શાહ, કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ, એનસીએ ડાયરેક્ટર વીવીએસ લક્ષ્મણ અને ચીફ સિલેક્ટર ચેતન શર્મા હાજર રહ્યાં હતા. 


બેઠકમાં વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન, ટી20 વિશ્વકપમાં થયેલા પરાજય પર પણ ચર્ચા થઈ છે. સાથે વર્કલોડ મેનેજમેન્ટ, ફિટનેસ પેરામીટર અને વનડે વિશ્વકપ 2023ના રોડમેપનો પ્લાન પણ બનાવવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ વિશ્વકપ, એશિયા કપ, ઓસ્ટ્રેલિયા સિરીઝ, જાણો ટીમ ઈન્ડિયાનો વર્ષ 2023નો કાર્યક્રમ


બેઠકમાં આ ત્રણ વિષયો પર લાગી મહોર
- ઇમર્જિંગ ખેલાડીઓએ હવે ઘરેલૂ સિરીઝ સતત રમવી પડશે, જેથી તે રાષ્ટ્રીય ટીમના સિલેક્શન માટે તૈયાર થઈ શકે.
- યો-યો ટેસ્ટ અને ડેક્સા પસંદગી પ્રક્રિયાનો મહત્વનો ભાગ હશે, સીનિયર ટીમના પૂલમાં જે ખેલાડી છે તેના પર તેને લાગૂ કરવામાં આવશે. 
- વનડે વિશ્વ કપ 2023 અને અન્ય સિરીઝ જોતા એનસીએ દરેક આઈપીએલ ફ્રેન્ચાઇઝી સાથે વાત કરશે અને ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ પર ચર્ચા કરશે. 
- આ સિવાય વનડે વિશ્વકપ માટે બીસીસીઆઈ 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરશે.


તમને જણાવી દઈએ કે લાંબા સમયથી આ બેઠકની રાહ જોવામાં આવી રહી હતી. કારણ કે ટી20 વિશ્વકપમાં થયેલા પરાજય બાદ ટીમ ઈન્ડિયામાં ફેરફારના સંકેત મળી રહ્યાં હતા. હાર્દિક પંડ્યાને ટી20 કમાન સોંપવામાં આવી શકે છે, જ્યારે રોહિત શર્મા વનડે અને ટેસ્ટના કેપ્ટન પદે યથાવત રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube