Team India 2023 Schedule: વિશ્વકપ, એશિયા કપ, ઓસ્ટ્રેલિયા સિરીઝ, જાણો ટીમ ઈન્ડિયાનો વર્ષ 2023નો કાર્યક્રમ
ભારતીય ટીમ નવા વર્ષે નવી શરૂઆત કરવા માટે તૈયાર છે. 2023માં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 3 જાન્યુઆરીએ શ્રીલંકા સામે ટી20 સિરીઝથી કરવાની છે. ત્યારબાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની સિરીઝ પણ રમશે.
Trending Photos
નવી દિલ્હીઃ વર્ષ 2022ની સફળતા અને નિષ્ફળતાને પાછળ છોડીને ભારતીય ક્રિકેટ ટીમ નવા વર્ષ એટલે કે 2023માં પ્રવેશ કરી ચુકી છે. ભારતીય ટીમ અને ક્રિકેટ ફેન્સ માટે આ વર્ષ ખુબ મહત્વનું છે. કારણ કે આ વર્ષે વનડે વિશ્વકપ રમાવાનો છે, જે ભારતમાં રમાશે. ટીમ ઈન્ડિયા 3 જાન્યુઆરીથી પોતાના મિશન 2023ની શરૂઆત કરશે, જ્યારે ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ટી20 સિરીઝ માટે મેદાનમાં ઉતરશે.
ભારતીય ટીમે આ વર્ષે શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ સહિત અન્ય ટીમો સામે રમવાનું છે. તેમાં ઘરેલૂ સિરીઝ સિવાય વિદેશ પ્રવાસ પણ છે. વર્ષ 2023માં ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ જાણો...
શ્રીલંકાનો ભારત પ્રવાસ (જાન્યુઆરી)
પ્રથમ ટી20- 3 જાન્યુઆરી, મુંબઈ
બીજી ટી20- 5 જાન્યુઆરી, પુણે
ત્રીજી ટી20- 7 જાન્યુઆરી, રાજકોટ
પ્રથમ વનડે- 10 જાન્યુઆરી, ગુવાહાટી
બીજી વનડે- 12 જાન્યુઆરી, કોલકત્તા
ત્રીજી વનડે- 15 જાન્યુઆરી, તિરૂવનંતપુરમ
ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ (જાન્યુઆરી-ફેબ્રુઆરી)
પ્રથમ વનડે- 18 જાન્યુઆરી, હૈદરાબાદ
બીજી વનડે- 21 જાન્યુઆરી, રાયપુર
ત્રીજી વનડે- 24 જાન્યુઆરી, ઈન્દોર
પ્રથમ ટી20- 27 જાન્યુઆરી, રાંચી
બીજી ટી20- 29 જાન્યુઆરી, લખનઉ
ત્રીજી ટી20- 1 ફેબ્રુઆરી, અમદાવાદ
ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ (ફેબ્રુઆરી-માર્ચ)
પ્રથમ ટેસ્ટ- 9થી 13 ફેબ્રુઆરી, નાગપુર
બીજી ટેસ્ટ- 17થી 21 ફેબ્રુઆરી- દિલ્હી
ત્રીજી ટેસ્ટ- 1થી 5 માર્ચ, ધર્મશાલા
ચોથી ટેસ્ટ- 9થી 13 માર્ચ, અમદાવાદ
પ્રથમ વનડે- 17 માર્ચ, મુંબઈ
બીજી વનડે- 19 માર્ચ, વિશાખાપટ્ટનમ
ત્રીજી વનડે- 22 માર્ચ, ચેન્નઈ
આઈપીએલ 2023 (એપ્રિલ-મે મહિનામાં સંભવિત)
એશિયા કપ (સપ્ટેમ્બર)
સ્થાન અને તારીખોની જાહેરાત બાકી
ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ (સપ્ટેમ્બર)
3 વનડે (સ્થળ, તારીખોની જાહેરાત બાકી
વનડે વિશ્વકપ (10 ઓક્ટોબર- 26 નવેમ્બર)
વિશ્વકપ ભારતમાં રમાશે જેમાં 48 મેચ હશે (સ્થળ અને કાર્યક્રમની જાહેરાત બાકી)
ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ (નવેમ્બર-ડિસેમ્બર)
5 ટી20 મુકાબલા (સ્થાન અને તારીખોની જાહેરાત હવે થશે
ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ (ડિસેમ્બર-જાન્યુઆરી 2024)
2 ટેસ્ટ, 3 વનડે અને 3 ટી20 મેચ (કાર્યક્રમની જાહેરાત બાકી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે