વડોદરામાં ઘર ભાડે લઈ હાર્દિક પંડ્યા સાથે ટ્રેનિંગ કરવી ઈશાન કિશનને પડી ભારે! સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
Ishan Kishan: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા સાથે ટ્રેનિંગ કરી રહ્યાં હતા. પરંતુ આ વાતથી બીસીસીઆઈ ખુશ નથી. વડોદરામાં ઘર ભાડે લઈ હાર્દિક પંડ્યા સાથે ટ્રેનિંગ કરવી ઈશાન કિશનને પડી ભારે છે! સામે ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે.
નવી દિલ્હીઃ BCCI On Ishan Kishan & Hardik Pandya: તાજેતરમાં ભારતીય ક્રિકેટ બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી. આ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યરનું નામ સામેલ કરવામાં આવ્યું નહીં. આ પહેલા ઈશાન કિશન બીસીસીઆઈ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2022-23 માં ગ્રેડ સીમાં હતો. જ્યારે મિડલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યર પણ ગ્રેડ બીમાં હતો. આ રીતે અય્યરને વાર્ષિક ફી તરીકે 3 કરોડ રૂપિયા મળતા હતા, જ્યારે ઈશાન કિશનને 1 કરોડ રૂપિયા મળતા હતા. પરંતુ હવે બંને ખેલાડી બીસીસીઆઈ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં નથી. એટલે કે બંનેને આ પૈસા મળશે નહીં.
બીસીસીઆઈ ઈશાન કિશન-હાર્દિક પંડ્યાથી નારાજ છે?
હકીકતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા ટ્રેનિંગ કરતા જોવા મળી રહ્યાં છે. પરંતુ બીસીસીઆઈ તેનાથી ખુશ નથી. ESPNCricinfo પ્રમાણે બીસીસીઆઈ સિલેક્ટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન દ્વારા સાથે ટ્રેનિંગ કરવાને લઈને નારાજ છે. મહત્વનું છે કે હાર્દિક પંડ્યા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં છે, પરંતુ કિશનને બહાર કરી દેવામાં આવ્યો છે. તેવામાં હાર્દિક પંડ્યા અને ઈશાન કિશનની સાથે ટ્રેનિંગ પસંદગીકારોને પસંદ આવી નથી.
આ પણ વાંચોઃ ટી20 વિશ્વકપ માટે ક્યારે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત? સામે આવી તારીખ
ESPNCricinfo ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બીસીસીઆઈ પસંદગીકાર, જેણે ખેલાડીઓના કેન્દ્રીય કરારને લઈને બોર્ડને સલાહ આપી હતી કે તે આ વાતથી નાખુશ હતા કે બ્રેક દરમિયાન ઈશાન કિશને હાર્દિક પંડ્યા સાથે અભ્યાસ કર્યો હતો, જ્યારે અય્યરે કોલકત્તા નાઈટ રાઇડર્સ સાથે પ્રી-આઈપીએલ શિબિરમાં ભાગ લીધો હતો.
આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમશે પંડ્યા-કિશન
આઈપીએલમાં ઈશાન કિશન મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કરે છે. તો આઈપીએલ 2024 માટે મુંબઈએ રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. હાર્દિક આ સીઝનમાં મુંબઈની કમાન સંભાળશે. મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ પાસેથી ટ્રેડ કર્યો છે. પરંતુ આ પહેલા હાર્દિક પંડ્યા 7 સીઝન મુંબઈ માટે રમી ચૂક્યો છે. પરંતુ આઈપીએલ 2022ના મેગા ઓક્શન પહેલા મુંબઈએ હાર્દિક પંડ્યાને છોડી દીધો હતો. ત્યારબાદ આ ઓલરાઉન્ડર ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયો હતો.