સંજય બાંગરે પસંદગીકારને ધમકાવ્યો, બીસીસીઆઈ નારાજ
પીટીઆઈ પ્રમાણે 5 વર્ષ સુધી બેટિંગ કોચ તરીકે રહેલા બાંગરને પદ પરથી હટાવ્યા બાદ તેણે પોતાનો ગુસ્સો રાષ્ટ્રીય પસંદગીકાર દેવાંગ ગાંધી પર કાઢ્યો હતો.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગર વિવાદોમાં સપડાતો જોવા મળી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર બાંગરે પસંદગીકાર સાથે ગેરવર્તન કર્યું હતું. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયાનો નવો કોચિંગ સ્ટાફ પોતાનો કાર્યભાર સંભાળશે. બાંગરના સ્થાને વિક્રમ રાઠોરને ટીમ ઈન્ડિયાનો નવો બેટિંગ કોચ બનાવવામાં આવ્યો છે.
પીટીઆઈ પ્રમાણે 5 વર્ષ સુધી બેટિંગ કોચ તરીકે રહેલા બાંગરને પદ પરથી હટાવ્યા બાદ તેણે પોતાનો ગુસ્સો રાષ્ટ્રીય પસંદગીકાર દેવાંગ ગાંધી પર કાઢ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે બાંગરે હાલમાં સમાપ્ત થયેલા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન હોટલના રૂપમાં ગાંધી સાથે ખરાબ શબ્દોમાં વાત કરી હતી.
બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું, 'આવી સ્થિતિમાં તમારે તે જોવાનું હોય છે કે નિયમોના પુસ્તકમાં શું લખ્યું છે. જે સૌથી મહત્વની વાત હતી કે કથિત રીતે બાંગરે જે વ્યક્તિનું અપમાન કર્યું તે રાષ્ટ્રીય પસંદગીકાર છે. તેણે આ મામલાનો સત્તાવાર રીતે રિપોર્ટ કરવો જોઈએ.'
ઉલ્લેખનીય છે કે કોચિંગ સ્ટાફમાં માત્ર બાંગર જ એવો છે જેને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. બોલિંગ કોચ ભરત અરૂણ અને ફીલ્ડિંગ કોચ આર. શ્રીધરને યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
શનિવારે ક્રિકેટના મેદાન પર ટકરાશે ભારત અને પાકિસ્તાનની ટીમો, જાણો ક્યાં રમાશે મેચ
'પ્રવાસ પર ટીમના મેનેજરની ભૂમિકા નિભાવી રહેલા સુબ્રમણ્મયે એક જરૂરી રિપોર્ટ આપવાનો છે અને તેમાં આ મામલાનો સ્પષ્ટ પણે ઉલ્લેખ હોવો જોઈએ. સૌથી મહત્વની વાત ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી જેને બાંગર રિપોર્ટ કરે છે, તેણે આ મામલાનો લેખિત રિપોર્ટ ફાઇલ કરવો પડશે. જો આ તમામ વસ્તુ થાય તો પછી આ મામલાને સીઓએની સામે રાખવામાં કોઈ મુશ્કેલી નથી.'