આઈપીએલ 2020 અને નેશનલ કેમ્પને યૂએઈમાં આયોજીત કરવાની યોજના બનાવી રહ્યું છે BCCI: રિપોર્ટ
આઈપીએલની રાહ જોઈ રહેલા ફેન્સ માટે એક સારા સમાચાર છે. સંભવ છે કે આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આઈપીએલ 2020નું આયોજન થાય. બીસીસીઆઈ આ લીગનું આયોજન યૂએઈમાં કરવાની યોજના બનાવી રહ્યું છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિશ્વની સૌથી મોટી ટી20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)નું આયોજન કરવા પર સંપૂર્ણ જોર લગાવી રહ્યું છે. ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ની સ્થિતિ ભલે હજુ કાબુમાં નથી તો બોર્ડને આશંકા છે કે આ સ્થિતિમાં લીગ વિદેશમાં આયોજીત થઈ શકે છે. તેવામાં બીસીસીઆઈ પોતાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ વાળા ખેલાડીઓનો નેશનલ કેમ્પ અને આ લીગનું આયોજન યૂએઈમાં કરવાની યોજના બનાવી રહ્યું છે.
આમ તો બોર્ડની પ્રથમ પસંદ મુંબઈ હતું, પરંતુ અહીં કોવિડ-19ની સ્થિતિ કાબુમાં નથી એટલે યૂએઈને પોતાની પસંદ બનાવ્યું છે. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા સમાચાર પ્રમાણે બીસીસીઆઈ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું છે, આશા છે કે આઈપીએલનું યૂએઈમાં આયોજન કરવામાં આવશે.
આ રિપોર્ટ પ્રમાણે, જો મુંબઈમાં નાટકીય રીતે કોવિડની સ્થિતિમાં ફેરફાર આવે છે, તો પછી અલગ વાત છે. તેવામાં ત્યાં પર નેશનલ કેમ્પનું આયોજન કરવું યોગ્ય છે. એકવાર જ્યારે આઈપીએલ માટે સ્થાન નક્કી થઈ જશે તો બીજી વસ્તુ પર કામ જલદી આગળ વધી શકશે.
ICC ટેસ્ટ રેન્કિંગઃ વેસ્ટ ઈન્ડિઝના બોલર જેસન હોલ્ડર બીજા સ્થાન પર, રેટિંગમાં બનાવ્યો આ રેકોર્ડ
મહત્વનું છે કે આ પહેલા અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB)એ બીસીસીઆઈની સામે તે ઓફર રજૂ કરી હતી કે તે ઈચ્છે તો આ વખતે પોતાની લીગનું આયોજન તેને ત્યાં કરી શકે છે. જૂનમાં આ સંબંધમાં ગલ્ફ ન્યૂઝમાં એક સમાચાર છપાયા હતા.
હાલ બીસીસીઆઈએ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં આ લીગના આયોજનની યોજના બનાવી લીધી છે. કારણ કે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વિશ્વકપ રદ્દ થવાની શક્યતા છે. પરંતુ તેના પર અંતિમ નિર્ણય બીસીસીઆઈની બેઠકમાં થશે. 17 જુલાઈએ બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની બેઠક છે, જેમાં આ મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવશે.
પરંતુ તે પણ નક્કી છે કે યૂએઈમાં કેમ્પ આયોજીત કરવો સરળ રહેશે નહીં. કારણ કે બીસીસીઆઈ ખેલાડીઓની ફિટનેસ તપાસવા માટે એક નાના કેમ્પનું આયોજન કરવા ઈચ્છે છે. પરંતુ જો આઈપીએલ નક્કી થાય તો પછી આ લીગની ફ્રેન્ચાઇઝી પણ ઈચ્છશે કે તે ટૂર્નામેન્ટ પહેલા પોતાના કેમ્પનું આયોજન કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube