નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન એબી ડિવિલિયર્સ આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. મિસ્ટર 360 ડિગ્રીના નામથી પ્રખ્યાત ડિવિલિયર્સ ક્રિકેટના શાનદાર ખેલાડીઓમાંથી એક છે. એબી ડિવિલિયર્સ જલદી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સિઝનમાં એકવાર ફરી વિરાટ કોહલીની સાથે આરસીબી માટે રમતો જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુકેલા આફ્રિકાના પૂર્વ કેપ્ટન ડિવિલિયર્સે હાલમાં કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વિશ્વકપ પહેલા આફ્રિકાની ટીમમાં તેની વાપસી આઈપીએલના ફોર્મ પર નિર્ભર કરશે. એબી ડિવિલિયર્સે કહ્યું હતું કે, તે નિવૃતી લીધા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવા ઈચ્છશે. 


એબી ડિવિલિયર્સે 23 મે 2018ના આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. 18 જાન્યુઆરી 2015ના ડિવિલિયર્સે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 31 બોલમાં સદી ફટકારી હતી જે આજે પણ વર્લ્ડ રેકોર્ડ છે. આવો એક નજર કરીએ ડિવિલિયર્સની સિદ્ધિઓ પર. 


- ટેસ્ટ ક્રિકેટમાં સિદ્ધિઃ ડિવિલિયર્સે દક્ષિણ આફ્રિકા માટે 114 ટેસ્ટ મેચોની 191 ઈનિંગમાં 50.66ની એવરેજથી 8765 રન બનાવ્યા, જેમાં 22 સદી અને 46 અડધી સદી સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 278 રન છે. 


- વનડે ક્રિકેટમાં સિદ્ધિઃ ડિવિલિયર્સે 228 વનડે મેચ રમી છે, જેમાં 53.50ની એવરેજથી 9577 રન બનાવ્યા છે. વનડેમાં તેના નામે 25 સદી અને 53 અડધી સદી સામેલ છે. વનડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 176 રન છે. 


ટેમ્પરિંગ વિવાદ બાદ પ્રથમ વાર ઓસ્ટ્રેલિયા જશે સ્મિથ-વોર્નર, સ્ટીવ વોએ ચેતવ્યા


- ટી20 આંતરરાષ્ટ્રીયમાં સિદ્ધિઃ ડિવિલિયર્સે પોતાના દેશ માટે 78 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી અને 1672 રન બનાવ્યા છે. ટી20માં તેણે 26.12ની એવરેજથી રન બનાવ્યા છે. આ નાના ફોર્મેટમાં તેના નામે 10 અડધી સદી પણ છે. 


- ક્રિકેટ વર્લ્ડ કપમાં સિદ્ધિઃ એબી ડિવિલિયર્સનો ક્રિકેટ વિશ્વકપમાં ખુબ શાનદાર રેકોર્ડ છે. તેણે વિશ્વકપમાં 23 મેચ રમી છે. તેણે આ મેચોમાં 63.52ની એવરેજથી 1207 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 6 અડધી સદી સામેલ છે. ડિવિલિયર્સે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 2015 વિશ્વકપમાં 162 નોટ આઉટ સર્વોચ્ચ વર્લ્ડ કપ સ્કોર રહ્યો છે. 


- સૌથી ઝડપી વનડે અડધીસદીઃ 18 જાન્યુઆરી 2015ના એબીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 16 બોલમાં અડધી સદી ફટકારીને વનડેમાં સૌથી ઝડપી ફિફ્ટીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 


- સૌથી ઝડવી વનડે સદીઃ 18 જાન્યુઆરી 2015ના ડિવિલિયર્સે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે મેચમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી તેજ મેચમાં સૌથી ઝડપી વનડે સદીનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. ડિવિલિયર્સે 31 બોલમાં સદી ફટકારી જે આજે પણ વર્લ્ડ રેકોર્ડ છે. 


- સૌથી ઝડપી વનડે 150: ડિવિલિયર્સે 27 ફેબ્રુઆરી 2015ના વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સિડનીમાં રમાયેલી વિશ્વકપ મેચમાં માત્ર 64 બોલ પર 150 રન બનાવ્યા, જે વનડેમાં કોઈપણ બેટ્સમેન દ્વારા બનાવેલ સૌથી ઝડપી 150+ સ્કોર છે. 


IND vs NZ: ભારત સામે ટેસ્ટ સિરીઝ માટે કીવી ટીમ જાહેર, બોલ્ટની વાપસી  


- એક ઓવરમાં 34 રનઃ ડિવિલિયર્સે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 2015માં વિશ્વકપની એક મેચ દરમિયાન એક ઓવરમાં 34 રન ફટકાર્યા હતા. એક ઓવરમાં સૌથી વધુ 36 રન બનાવવાનો રેકોર્ડ પણ આફ્રિકાના હર્શલ ગિબ્સના નામે છે, જેણે 36 રન બનાવ્યા હતા. 


- વનડેમાં 200થી વધુ છગ્ગાઃ એબી ડિવિલિયર્સ વનડે ક્રિકેટમાં 200 છગ્ગા ફટકારનાર પોતાના દેશનો પ્રથમ અને વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન છે. ડિવિલિયર્સના નામે આ સમયે વનડેમાં 204 છગ્ગા છે. 


- એબી ડી વિલિયર્સ


ટેસ્ટ સદી - 22


વનડે સદી - 25


ટી 20 આંતરરાષ્ટ્રીય પચાસ - 10


ટેસ્ટ વિકેટ - 2


વનડે વિકેટ - 7


ટેસ્ટ કેચ - 222


વનડે કેચ - 176


ટી 20 આંતરરાષ્ટ્રીય કેચ - 65


ટેસ્ટ સ્ટમ્પિંગ - 5


એક દિવસ સ્ટમ્પિંગ - 5


ટી 20 આંતરરાષ્ટ્રીય સ્ટમ્પિંગ - 7


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર