નવી દિલ્હી: IPL 2022 મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) પહેલા નવી ટીમ અમદાવાદ (Ahmedabad) ફ્રેન્ચાઇઝી એક એવી ટીમ બનાવવાની તૈયારી કરી રહી છે જે તેમને આગામી વર્ષે ટાઇટલ જીતાવી શકે. CVC કેપિટલે આ ટીમની માલિકી રૂ. 5166 કરોડમાં મેળવી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 2 ખેલાડીઓમાં કેપ્ટનશીપને લઈને જંગ
CVC કેપિટલએ આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટમેન્ટ ફર્મ છે જેણે નવી IPL ટીમો માટે બીજી સૌથી મોટી બોલી લગાવી છે. આ ટીમનું હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) હશે. ચાલો જાણીએ કે કયા 2 ખેલાડીઓ છે જેમને અમદાવાદની ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.


1. ડેવિડ વોર્નર
સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ડેવિડ વોર્નર  (David Warner) ની વિદાય નિશ્ચિત છે અને હવે કાંગારુ બેટ્સમેનોએ પહેલેથી જ જણાવ્યું છે કે તેઓ હરાજી પૂલ (Auction Pool)માં હશે. આવી સ્થિતિમાં અમદાવાદની ટીમ તેમને કેપ્ટનશીપની જવાબદારી આપવાનું વિચારી શકે છે. વોર્નરે અત્યાર સુધીમાં IPLમાં 41.59ની એવરેજ અને લગભગ 140ના સ્ટ્રાઈક રેટથી 5449 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 50 અડધી સદી સામેલ છે. આઈપીએલ 2021માં SRH ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, જેના કારણે વોર્નરને કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યો અને પછી તેને સતત પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો. હવે ઓસ્ટ્રેલિયન સ્ટાર નવી શરૂઆત કરવા માંગે છે. તે વર્તમાન ICC T20 વર્લ્ડકપ દ્વારા ફોર્મમાં પાછો ફર્યો છે, જેના કારણે IPLમાં મોટી ભૂમિકા માટે તેનો દાવો મજબૂત બન્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube