માન્ચેસ્ટરઃ ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) પારિવારિક કારણોથી પાકિસ્તાન  (England vs Pakistan) વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝમાં બાકી રહેલી બે મેચોમાં રમશે નહીં. ઈંગ્લેન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ રવિવારે આ જાણકારી આપી છે. ઈસીબીએ પરંતુ સ્ટોક્સના હટવાનું સાચુ કારણ જણાવ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈસીબીએ એક નિવેદનમાં કહ્યું, સ્ટોક્સ આ સપ્તાહના અંતમાં ન્યૂઝીલેન્ડ જશે. તે પાકિસ્તાન વિરુદ્ધ 13 ઓગસ્ટ ગુરૂવાર અને 21 ઓગસ્ટ શુક્રવારથી એઝિસ બાઉલમાં શરૂ થનારી ઈંગ્લેન્ડની બે ટેસ્ટ મેચો રમી શકશે નહીં. 


નિવેદન પ્રમાણે, ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ સ્ટોક્સના પરિવારની સાથે બધા મીડિયાને વિનંતી કરે છે કે તે આ સમયે પરિવારની નિજતાનું સન્માન કરે. ક્રાઇસ્ટચર્ચામાં જન્મેલ 29 વર્ષીય સ્ટોક્સ ઈંગ્લેન્ડની ટીમનો મુખ્ય ખેલાડી છે. 


ICC Rankings: કોહલી બીજા સ્થાને યથાવત, વોક્સ-મસૂદને થયો મોટો ફાયદો 


તેણે હાલના વર્ષોમાં ઘણા શાનદાર પ્રદર્શનથી ટીમને જીત અપાવી છે, જેમાં 2019 વિશ્વકપની ફાઇનલ અને એશિઝ સદી સામેલ છે. યજમાન ઈંગ્લેન્ડે શરૂઆતી ટેસ્ટ ત્રણ વિકેટથી જીતીને ત્રણ મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર