ICC Rankings: કોહલી બીજા સ્થાને યથાવત, વોક્સ-મસૂદને થયો મોટો ફાયદો


બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ પર ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ, બીજા સ્થાને વિરાટ કોહલી અને ત્રીજા સ્થાને કીવી કેપ્ટન કેન વિલિયમ્સન છે.
 

ICC Rankings: કોહલી બીજા સ્થાને યથાવત, વોક્સ-મસૂદને થયો મોટો ફાયદો

દુબઈઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા જારી તાજા રેન્કિંગમાં ટેસ્ટ બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાન પર યથાવત છે, જ્યારે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સમાપ્ત થયેલી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર ક્રિસ વોક્સ અને શાન મસૂદને મોટો ફાયદો થયો છે. 

બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ પર ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ, બીજા સ્થાને વિરાટ કોહલી અને ત્રીજા સ્થાને કીવી કેપ્ટન કેન વિલિયમ્સન છે. ટોપ-10 બેટ્સમેનોમાં ચેતેશ્વર પૂજારા (8) અને અંજ્કિય રહાણે (10મા) પહેલાની જેમ પોતાની રેન્કિંગ પર યથાવત છે. 

પાકિસ્તાનનો બાબર આઝમ છઠ્ઠા જ્યારે ઈંગ્લેન્ડ કેપ્ટન નવમાં સ્થાને છે. પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં શૂન્ય અને નવ રનની ઈનિંગ રમનાર બેન સ્ટોક્સ ચોથા સ્થાનથી ખસકીને સાતમાં સ્થાને પહોંચી ગયો છે. 

ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 156 રન બનાવનાર ડાબોડી બેટ્સમેન મસૂદ 14 સ્થાનના સુધારની સાથે કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ 19 પર પહોંચી ગયો છે. મેચની બીજી ઈનિંગમાં અણનમ 84 રન બનાવવાની સાથે છઠ્ઠી વિકેટ માટે જોસ બટલરની સાથે 139 રનની ભાગીદારી કરી ઈંગ્લેન્ડને જીત અપાવનાર ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ બેટ્સમેનોની યાદીમાં 18 સ્થાનના સુધાર સાથે 78મા સ્થાને આવી ગયો છે. 

તે ઓલરાઉન્ડર ખેલાડીઓની રેન્કિંગમાં સાતમાં સ્થાને પહોંચી ગયો છે. બટલર 38 અને 75 રનની ઈનિંગ રમી રેન્કિંગમાં 44થી 30મા સ્થાને પહોંચી ગયો છે. પ્રથમ ઈનિંગમાં 62 રન બનાવનાર ઓલી પોપ કરિયરના સર્વશ્રેષ્ઠ 36મા સ્થાને પહોંચી ગયો છે. બોલરોની રેન્કિંગમાં પાકિસ્તાનના લેગ સ્પિનર યાસિર શાહ અને શાદાબ ખાન પોતાની રેન્કિંગ સુધારવામાં સફળ રહ્યાં છે. 

આ ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટમાં કરી શાનદાર શરૂઆત, સિક્સ ફટકારી ખોલ્યું પોતોનું ખાતું

મેચમાં આઠ વિકેટ ઝડપનાર યાસિર શાહ બે સ્થાન ઉપર ચઢીને 22મા જ્યારે શાદાબ કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ 69મા સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડનો બોલર બ્રોડ ત્રીજા સ્થાને યથાવત છે. મેચમાં છ  લેવાથી તેના અને બીજા સ્થાને રહેલા ન્યૂઝીલેન્ડના નીલ વેગનર વચ્ચે માત્ર સાત પોઈન્ટનો ફેર રહ્યો છે. 

જોફ્રા આર્ચર બે સ્થાનના સુધારની સાથે 37મા સ્થાને પહોંચી ગયો છે. આ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ પ્રથમ સ્થાને યથાવત છે. જ્યારે ભારતનો જસપ્રીત બુમરાહ આઠમાં સ્થાને છે. ઓલરાઉન્ડર ખેલાડીઓની યાદીમાં ટોપ પાંચ સ્થાનોમાં કોઈ ફેરફાર થયો નથી. સ્ટોક્સ પ્રથમ સ્થાને છે. ભારતનો જાડેજા ત્રીજા અને અશ્વિન પાંચમાં સ્થાને છે. 

આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં ઈંગ્લેન્ડે ત્રીજા સ્થાને પોતાની સ્થિતિ વધુ મજબુત કરી લીધી છે. ઈંગ્લેન્ડના નામે 266 પોઈન્ટ થઈ ગયા છે, જે બીજા સ્થાને રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ કરતા 30 પોઈન્ટ ઓછા છે. ભારત 360 પોઈન્ટની સાથે ટોપ પર છે, જ્યારે ન્યૂઝીલેન્ડ (180 પોઈન્ટ) ચોથા અને પાકિસ્તાન (140 પોઈન્ટ) પાંચમાં સ્થાને છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news