નવી દિલ્હી: પ્રો કબડ્ડી લીગના છઠા સીઝનની ફાઇનલ ગેમ્સમાં બેંગલુરૂ બુલ્સે ગુજરાત ફોર્ચ્યૂનજાયન્ટ્સને 38-33 થી હરાવી પહેલી વખત પીકેએલનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ મેચમાં હીરો તરીકે પવન કુમાર સેહરાવત રહ્યો, જેણે પોતાની સુઝબૂઝથી ટીમને જીત અપાવી છે. પવન કુમારે 22 પોઇન્ટ હાંસલ કરી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આ છે વિદેશમાં પહેલી ટેસ્ટ મેચ અને સિરીઝ જીતાડનાર ભારતનો સૌથી સફળ કેપ્ટન


બેંગલુરૂ બુલ્સે ટોસ જીત્યો અને પ્રથમ કોર્ટ પસંદ કર્યો હતો. શરૂઆતમાં રમત ખુબ જ ધીમી ચાલી રહી હતી. બેંને ટીમો એકબીજા પર દબાવ બનાવવામાં નિષ્ફળ રહી હતી. રમતની પહેલી 10 મીનિટ પછી, બંને ટીમોનો સ્કોર 6-6 સાથે બરાબર રહ્યો હતો. બુલ્સ માટે પવને સારુ પ્રદર્શન કરતા રેડમાં પોઇન્ટ્સ સ્કોર કર્યો હતો. પરંતુ મહત્વપૂર્ણ સમય પર તે આઉટ થઇ ગયો હતો, જેના કારણે ટીમ પર દબાવ બન્યો હતો.


INDvsAUS: સિડનીમાં વરસાદને કારણે આજની ગેમ પુરી, ઓસ્ટ્રેલિયા સંકટમાં


જ્યારે બીજા હાફની શરૂઆત બુલ્સ માટે સારી રહી ન હતી અને પહેલા રેડમાં જ પવન આઉટ થઇ જવાથી ટીમ પર ફરી દબાવ બન્યો હતો. જો કે, બુલ્સના ડિફેન્ડરે પહેલા સચિન અને પછી પ્રપંજને આઉટ કરી રમતમાં વાપસીના સંકેત આપ્યા હતા. બુલ્સ માટે મોટો આંચકો ટીમના કેપ્ટન રોહિત કુમારનું નબડૂ પર્ફોમન્સ હતું અને તે ટીમ માટે સારા સમાટાર ન હતા. મેચની 26 મીનિટ સુધી રોહિતે એકપણ પોઇન્ટ બનાવ્યો ન હતો.


વધુમાં વાંચો: INDvsAUS: ડિ આર્સી શોર્ટની પસંદગી ન થવાની ભડક્યો શેન વોર્ન, આપ્યું મોટું નિવેદન


પવને સતત અંક મેળવીને પોતાની ટીમને આગળ લાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મેચની 30મી મીનિટ પર પવને તેના સુપર 10 પૂરા કર્યા અને 31મી મીનિટ પર ગુજરાતને ઓલઆઉટ કરી પોતાની ટીમને લીડ અપાવી હતી. રોહિત ગુલિયાએ મહત્ના સમય પર સુપર રેડ કરી પોતાની ટીમને ફાયદો પહોંચાડ્યો હતો. અંતમાં મહત્વના સમય પર બુલ્સે ફરી એક વાર ગુજરાતને ઓલઆઉટ કરવાની સાથે પહેલી વખત પીકેએલનો ખિતાબ પોતાના નામે કર્યો છે.


સ્પોર્ટ્સના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...