ચેન્નઈઃ વિશ્વકપ 2023માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વિરુદ્ધ પોતાનું અભિયાન શરૂ કરશે. રવિવારે ચેન્નઈના ચેપોક મેદાન પર આ મુકાબલો રમાશે. આ ભારતની સાથે ઓસ્ટ્રેલિયાની પ્રથમ મેચ હશે. ભારતીય ટીમ બે વખત વિશ્વકપ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા પાંચ વખત ચેમ્પિયન બની છે. પાછલા વિશ્વકપમાં બંને ટીમોનું અભિયાન સેમીફાઈનલમાં સમાપ્ત થઈ ગયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુભમન ગિલ બીમાર
ભારતીય ટીમના સ્ટાર ખેલાડી શુભમન ગેલને ડેન્ગ્યૂ થયો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેની રમવાની આશા ખુબ ઓછી છે. શુક્રવારે ગિલને ડ્રિપ ચઢાવવામાં આવી હતી. તેવામાં ગિલની જગ્યાએ રોહિત શર્માની સાથે ઈશાન કિશન ઈનિંગની શરૂઆત કરી શકે છે. આ સિવાય વિરાટ કોહલી ત્રીજા સ્થાને, શ્રેય્યસ અય્યર ચોથા અને કેએલ રાહુલ પાંચમાં ક્રમે બેટિંગ કરી શકે છે. અય્યર અને રાહુલ ઈજામાંથી વાપસી બાદ શાનદાર લયમાં ચાલી રહ્યાં છે.


આ પણ વાંચોઃ ઐતિહાસિક પ્રદર્શન સાથે એશિયાડમાં ભારતનું અભિયાન પૂર્ણ, 28 ગોલ્ડ સાથે જીત્યા 107 મેડલ


અશ્વિન કે શાર્દુલ કોને મળશે તક?
ભારતીય ટીમ બે મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની સાથે ઉતરશે. કુલદીપ યાદવ મુખ્ય સ્પિનર હશે. હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરની ભૂમિકામાં હશે. ત્યારબાદ એક જગ્યા બચે છે. આ સ્થાન માટે શાર્દુલની સાથે આર અશ્વિન દાવેદાર છે. ચેન્નઈની ધીમી અને સ્પિનને મદદરૂપ પિચ જોતા અશ્વિનનો દાવો મજબૂત છે. તે તમિલનાડુ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તેવામાં તેને આ મેદાન પર રમવાનો અનુભવ વધારે છે. 


સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારતઃ
ઈશાન કિશન, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.


ઓસ્ટ્રેલિયાઃ ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, એડન ઝમ્પા.


આ પણ વાંચોઃ આફ્રિકાએ શ્રીલંકા સામે ફટકાર્યા 428 રન, ત્રણ બેટરોની સદી, વિશ્વકપમાં બનાવ્યા રેકોર્ડ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube