Asian Games 2023: ઐતિહાસિક પ્રદર્શન સાથે એશિયાડમાં ભારતનું અભિયાન સમાપ્ત, 28 ગોલ્ડ સાથે જીત્યા 107 મેડલ

India In Asian Games 2023: એશિયન ગેમ્સના ઈતિહાસમાં પ્રથમવાર ભારતે 100 મેડલનો આંકડો પાર કર્યો છે. ભારતે 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલ કબજે કર્યાં છે. 

Asian Games 2023: ઐતિહાસિક પ્રદર્શન સાથે એશિયાડમાં ભારતનું અભિયાન સમાપ્ત, 28 ગોલ્ડ સાથે જીત્યા 107 મેડલ

Asian Games Medal Tally: એશિયન ગેમ્સમાં ભારતનું અભિયાન સમાપ્ત થઈ ગયું છે. ભારતે એશિયન ગેમ્સમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડતા ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓએ 107 મેડલ જીત્યા છે. હકીકતમાં એશિયન ગેમ્સના ઈતિહાસમાં પ્રથમવાર ભારતે 100 મેડલનો આંકડો પાર કર્યો છે. ભારતે 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પરંતુ ભારત ઓલ ઓવર મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું છે. ચીન મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને રહ્યું છે. ત્યારબાદ બીજા સ્થાને જાપાન અને ત્રીજા સ્થાને સાઉથ કોરિયા રહ્યું છે. 

પ્રથમ દિવસથી 14માં દિવસ સુધી આવું રહ્યું ભારતનું પ્રદર્શન
એશિયન ગેમ્સના પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓએ 5 મેડલ જીતીને શાનદાર શરૂઆત કરી. ત્યારબાદ બીજા દિવસે ભારતના ખાતામાં 6 મેડલ આવ્યા હતા. જ્યારે ત્રીજા, ચોથા અને પાંચમાં દિવસે ભારતે ક્રમશઃ 3, 8 અને 3 મેડલ જીત્યા હતા. ત્યારબાદ ભારતે છઠ્ઠા, સાતમાં, આઠમાં અને નવમા દિવસે ક્રમશઃ 8, 5, 15 અને 7 મેડલ જીત્યા હતા. ભારતીય ખેલાડીઓએ દસમાં, 11માં, 12માં, 13માં અને 14માં દિવસે ક્રમશઃ 9, 12, 5, 9 અને 12 મેડલ પોતાના નામે કર્યાં હતા. 

પીએમ મોદીએ આપી શુભેચ્છા
આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ મોદીએ ટ્વિટ કરીને ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે લખ્યું કે એશિયન ગેમ્સમાં ભારતની નોંધપાત્ર સિદ્ધિ! આપણે 100 મેડલ્સનું યાદગાર સીમાચિહ્ન હાંસલ કર્યું છે, ત્યારે ભારતના લોકો તેનાથી રોમાંચિત થયા છે. હું આપણા રમતવીરોને હાર્દિક અભિનંદન પાઠવું છું, જેમના પ્રયત્નોથી ભારત આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી શક્યું છે. હું 10મીએ એશિયન ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓનો યજમાન બનીશ અને તેમની સાથે ચર્ચા કરીશ

ગેમ્સ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ કુલ
શૂટિંગ 7 9 6 22
રોવિંગ 0 2 3 5
ક્રિકેટ 2 0 0 2
શેલિંગ 0 1 2 3
અશ્વારોહણ 1 0 1 2
વુશુ 0 1 0 1
ટેનિસ 1 1 0 2
સ્ક્વોશ 2 1 2 5
એથ્લેટિક્સ 6 14 9 29
ગોલ્ફ 0 1 0 1
બોક્સિંગ 0 1 4 5
બેડમિન્ટન 1 1 1 3
રોલર સ્કેટિંગ 0 0 2 2
ટેબલ ટેનિસ 0 0 1 1
નૌકાયાન 0 0 1 1
તીરંદાજી 5 2 2 9
કુસ્તી 0 1 5 6
સેપાક્ટાક્રો 0 0 1 1
પુલ 0 1 0 1
હોકી 1 0 1 2
કબડ્ડી 2 0 0 2
ચેસ 0 2 0 2
કુલ 28 38 41 107

ભારતનું બેસ્ટ પરફોર્મંસ, પરંતુ મેડલ ટેલીમાં ચીનનો દબદબો
આ પહેલા એશિયન ગેમ્સ 2018માં ભારતે સૌથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે જકાર્તા એશિયન ગેમ્સમાં 70 મેડલ જીત્યા હતા. પરંતુ હવે ભારતીય ખેલાડીઓએ પાછલા રેકોર્ડને તોડી નાખ્યો છે. ભારતે આ એશિયન ગેમ્સમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે. એશિયન ગેમ્સમાં ચીનનો દબદબો જોવા મળ્યો છે. ચીને 194 ગોલ્ડ સહિત 368 મેડલ જીત્યા છે. ત્યારબાદ જાપાને 48 ગોલ્ડ સહિત 177 મેડલ જીત્યા છે. સાઉથ કોરિયા 39 ગોલ્ડ સાથે ટેલીમાં ત્રીજા સ્થાને રહ્યું છે. જ્યારે ભારત ચોથા સ્થાને રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news