બ્રિસ્બેનઃ ક્રિકેટમાં નવા પ્રયોગ હંમેશા ચર્ચામાં રહે છે. મુકાબલાની શરૂઆતને રોચક બનાવવા માટે પરંપરાગત રીતને અલવિદા કહેવામાં આવી રહી છે. આજ ઘટનામાં બ્રિસ્બેનમાં બુધવારે જે થયું, તે ક્રિકેટ પ્રશંસકોને રોમાંચ આપી ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, 19 ડિસેમ્બરથી પ્રતિષ્ઠિત ઓસ્ટ્રેલિયન બિગ બેશ લીગ  (BBL 2018/19)નો પ્રારંભ થયો. આ ટી20 લીગની આઠમી સિઝનની શરૂઆત બ્રિસ્બેન હીટ અને ગત ચેમ્પિયન એડિલેડ સ્ટ્રાઇકરની ટીમ વચ્ચે મુકાબલાથી થઈ હતી. 



ચોંકાવનારૂ તે રહ્યું કે, અહીં બંન્ને ટીમના કેપ્ટન- ક્રિસ લિન (બ્રિસ્બેન હીટ) અને કોલિન ઇનગ્રામ (એડિલેડ સ્ટ્રાઇકર) મેચ પહેલા ટોસ માટે જરૂર આવ્યા, પરંતુ ટોસ સિક્કો ઉછાળીને નહીં, પરંતુ બેટ ઉછાળીને કરવામાં આવ્યો. 


મેદાન પર બંન્ને કેપ્ટનોની સામે પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મેથ્યૂ હેડને બેટ ઉછાળ્યું અને એડિલેડ સ્ટ્રાઇકરના કેપ્ટન કોલિન ઇનગ્રામે બેટવાળો ઔતિહાસિક ટોસ જીત્યો અને ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 



આઈપીએલમાં ક્રિસ લિન કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમમાં છે, જ્યારે કોલિન ઇનગ્રામને એક દિવસ પહેલા જયપુરમાં થયેલી હરાજીમાં દિલ્હી કેપિટલ્સે 6.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.