T20 World Cup 2022: બાંગ્લાદેશે ટી20 વિશ્વકપ માટે જાહેર કરી ટીમ, આ ખેલાડીને કરી દીધો બહાર
T20 World Cup 2022: આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વિશ્વકપ માટે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પોતાની ટીમ જાહેર કરી દીધી છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં રમાનાર આઈસીસી ટી20 વિશ્વકપ માટે બાંગ્લાદેશે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. બુધવારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે વૈશ્વિક ટૂર્નામેન્ટમાં સામેલ થવા માટે પોતાના 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. ટીમની કમાન શાકિબ-અલ-હસનને સોંપવામાં આવી છે. એશિયા કપમાં બાંગ્લાદેશનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને ટીમ પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. વિશ્વકપ માટે જાહેર કરવામાં આવેલી બાંગ્લાદેશની ટીમમાં પૂર્વ કેપ્ટન મહમુદુલ્લાહને તક આપવામાં આવી નથી.
ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર વચ્ચે રમાનાર આઈસીસી ટી20 વિશ્વકપ માટે ટીમ જાહેર કરવામાં માત્ર ગણતરીના દિવસો બાકી છે. યજમાન ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત સહિત અન્ય ટીમોની જાહેરાત થઈ ગઈ છે. બાંગ્લાદેશે આજે પોતાની ટીમ જાહેર કરી છે. બાંગ્લાદેશ ગ્રુપ-2માં ભારત, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા સાથે છે. ક્વોલીફાયરમાં જીત હાસિલ કરનારી બે ટીમો આ ગ્રુપમાં જગ્યા બનાવશે. 24 ઓક્ટોબરે બાંગ્લાદેશની ટીમ ક્વોલીફાયર વિરુદ્ધ ઉતરશે અને પોતાના વિશ્વકપ અભિયાનનો પ્રારંભ કરશે.
BCCI ને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, હજુ ત્રણ વર્ષ સુધી પદ પર રહી શકે છે ગાંગુલી-શાહ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube