નવી દિલ્હીઃ Umpire Nitin Menon Claim, Indian Cricket: સમગ્ર વિશ્વમાં ભારતીય ક્રિકેટનો દબદબો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. ક્રિકેટ રમતા તમામ દેશોમાં ભારતની સ્થિતિ અલગ છે. ભારતીય ક્રિકેટરો પણ અલગ અંદાજમાં જીવે છે, પછી તે ક્રિકેટના મેદાન પર હોય કે મેદાનની બહાર. આ દરમિયાન એક અમ્પાયરે ભારતના સ્ટાર અને મોટા ક્રિકેટરોને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમ્પાયરે કર્યો દાવો
છેલ્લા 2-3 વર્ષમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલા અમ્પાયર નીતિન મેનને ટીમ ઈન્ડિયાને લઈને મોટું નિવેદન આપ્યું છે. મેનને કહ્યું છે કે છેલ્લા 3 વર્ષ દરમિયાન તેમના પર સતત દબાણના કારણે તેમને ICC એલિટ પેનલના અમ્પાયર તરીકે મજબૂત બનવામાં ઘણી મદદ મળી છે. નીતિન મેનન ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સિરીઝ-2023માં અમ્પાયરિંગ કરી રહ્યા છે. મેનને એવો પણ દાવો કર્યો હતો કે ભારતના મોટા અને સ્ટાર ખેલાડીઓ નિર્ણયોને લઈને તેમના પર દબાણ બનાવે છે.


આ પણ વાંચોઃ બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને 546 રને હરાવ્યું, ટેસ્ટમાં જીતનો બનાવ્યો મહારેકોર્ડ


50-50 નિર્ણયો પોતાના પક્ષમાં...
મેનને પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, 'જ્યારે ભારતીય ટીમ ભારતમાં રમે છે ત્યારે ખૂબ પ્રચાર થાય છે. ભારતીય ટીમમાં ઘણા મોટા સ્ટાર્સ હંમેશા તમારા પર દબાણ લાવવાનો પ્રયાસ કરે છે, તેઓ હંમેશા તેમના પક્ષમાં 50-50 નિર્ણયો લેવાનો પ્રયાસ કરે છે પરંતુ જો અમે નિયંત્રણમાં હોઈએ તો અમને પરવા નથી કે તેઓ શું કરવાનો પ્રયાસ કરવા માંગે છે.' તેણે આગળ કહ્યું, 'તે દર્શાવે છે કે હું ખેલાડીઓ દ્વારા બનાવેલા દબાણને કારણે કામ કરવાને બદલે કોઈપણ પરિસ્થિતિને સંભાળવા માટે મજબૂત છું. આનાથી મને ઘણો આત્મવિશ્વાસ મળ્યો છે.


વિરાટ સાથે પણ જોડ્યું હતું નામ
નિતિન મેનનનું નામ સામે આવતા પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો ચહેરો સામે આવે છે. હકીકતમાં નિતિનના કોહલી પર કોઈ મેચ દરમિયાન નિર્ણયે ઘણીવાર ફેન્સને નિરાશ કર્યા છે. નિતિને ઘણીવાર આંતરરાષ્ટ્રીય અને આઈપીએલ મેચમાં કોહલી વિરુદ્ધ એવા નિર્ણય સંભળાવ્યા જેને લઈને ફેન્સ નારાજ થયા હતા. મધ્ય પ્રદેશના નિતિન મેનન જૂન 2020થી અમ્પાયરિંગ કરી રહ્યાં છે. તેઓ અત્યાર સુધી 15 ટેસ્ટ, 20 ટી20 આંતરરાષ્ટ્રીય અને 24 વનડેમાં અમ્પાયરિંગ કરી ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube