Botad News રઘુવીર મકવાણા/બોટાદ : અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તેનુંઉત્તમ ઉદાહરણ પાણવી ગામની કાજલ બોળીયા જર્મનીના બર્લિન ખાતે યોજાનાર સ્પેશીયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સમાં બોટાદ જિલ્લાની પ્રથમ દિવ્યાંગ મહિલા ખેલાડી કાજલ બોળીયા અને મહિલા કોચ તરીકે પસંદગી પામતા પરીવાર માઆનંદ છવાયો. ગુજરાતની દીકરી હવે જર્મનીમાં બાસ્કેટબોલ રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના પાણવી ગામની સામાન્ય પરિવારની દિવ્યાંગ દીકરી કાજલ બોળીયા જુન ૨૩ મા જર્મનીના બર્લિન ખાતે યોજાનાર સ્પેશિયલ ઓલમ્પિક વર્લ્ડ ગેમ્સમાં બોટાદ જિલ્લામાંથી આ દિવ્યાંગ મહિલા ખેલાડી કાજલ બોળીયા અને કોચ તરીકે બકુલાબેન મોજીદરાની પસંદગી કરવામાં આવતા પરીવારમા આનંદ છવાયો છે. 


બહાર ગમે તેટલી ગરમી હોય, પણ અંદરથી ઠંડુગાર હોય છે સોમનાથ મંદિર : આ છે સિક્રેટ


સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સ ૨૦૨૩ મા બોટાદની મહિલા દિવ્યાંગ ખેલાડી અને કોચની પસંદગી થઈ છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના પાણવી ગામની સામાન્ય પરીવારની દિવ્યાંગ દિકરી કાજલ બોળીયાની પસંદગી થતા જ ગામમાં ખુશી છવાઈ છે. તો મહિલા કોચ બકુલાબેન મોજીદરાની પણ પસંદગી થઈ છે. આગામી જુન મહિનામાં બંને જર્મનીના બર્લિન ખાતે યોજાનાર સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સ માટે રમવા જશે. આખરે કાજલ બોળીયાની આઠ વર્ષ ની સખત મહેનત અને હિંમત રંગ લાવી. બોટાદ જિલ્લામાં પ્રથમ દિવ્યાંગ મહિલા ખેલાડીની ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમા પસંદગી થતા પરીવાર અને જિલ્લામાં ખુશી છવાઈ.


ભાજપનો માસ્ટર સ્ટ્રોક ! રૂપાણીને આપ ગુજરાતમાં ફસાવવા ગઈને આ નેતાની દિલ્હીમાં એન્ટ્રી


રાણપુર તાલુકાના પાણવી ગામે રહેતા હનુભાઈ બોળીયા પશુપાલનનો ધંધો કરે છે, જેમની ૧૭ વર્ષની દીકરી કાજલ બોળીયા મૂકબધિર છે. પરંતુ તેનુ ટેલેન્ટ સાવ અલગ છે. તે બાસ્કેટબોલની માહિર ખેલાડી છે. તેનામાં ટેલેન્ટ હોવાથી સામાન્ય પરીવારે તેને મદદ કરી અને સ્પોર્ટસ માટે તૈયાર કરી. તેની સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમાં તેની પસંદગી થતા કાજલ બોલીયાએ બોટાદ જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કર્યું છે અને અન્ય દિવ્યાંગો માટે એકઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.


ત્યારે કહેવાય છે ને કે ભગવાન કંઈક છીનવી લેતો હોય છે ત્યારે કંઈક આપતો પણ હોય છે. તેનું ઉત્તમ ઉદાહરણ કાજલ બોળીયા છે. કાજલ તેની સફળતાનું શ્રેય પિતા હનુભાઈ બોળીયા અને માતા બાઘુબેન બોળીયાને આપે છે. 


ગુજરાત ભાજપ સંગઠનમાં પાટીલની સર્જરી : ડઝનેક નેતાઓ બદલાયા, નબળું પ્રદર્શન તો ઘરે બેસો