નવી દિલ્હીઃ ભારતના સ્ટાર બોક્સર વિજેન્દ્ર સિંહનું 12 એપ્રિલે થનારૂ અમેરિકામાં બહુપ્રતિક્ષિત પર્દાપણ સોમવારે ટળી ગયું જ્યારે લોસ એન્જિલીસમાં પ્રક્ટિસ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. બોક્સિંગમાં ભારતને પ્રથમ ઓલમ્પિક અને વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા 33 વર્ષના વિજેન્દરે વેસિલી લોમાચેનકો-એન્થોની ક્રોલા અન્ડરકાર્ડમાં સ્ટેપલસ સેન્ટરમાં અમેરિકામાં પર્દાપણ કરવાનું હતું. આ આઠ રાઉન્ડનો મુકાબલો હતો જેમાં તેના વિરોધી પર હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. 


વિજેન્દરે પોતાના ટ્રેનિંગ બેસથી જણાવ્યું, 'શુક્રવારે પ્રેક્ટિસ સત્ર દરમિયાન હું ઈજાગ્રસ્ત થયો.' મારી ડાબી આંખમાં બે પ્રકારના ટાંકા આવ્યા છે અને ડોક્ટરોએ કહ્યું કે, આગામી શુક્રવારે તે બહારના ટાંકાને હટાવી દેશે. વિજેન્દ્ર 10 મેચોમાં પોતાના પ્રોફેશનલ કરિયર દરમિયાન અત્યાર સુધી અજેય રહ્યો છે અને આ દરમિયાન તેણે ડબ્લ્યૂ એશિયા પેસેફિક સુપર વેલ્ટરવેટનું ટાઇટલ પણ જીત્યું છે. તે 2015માં પ્રોફેશનલ બોક્સર બન્યો હતો. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર