વોરસો (પોલેન્ડ): ભારતના બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરતા અહીં 36માં ફેલિસ્ટા સ્ટામ ઈન્ટરનેસનલ બોક્સિંગ ટૂર્નામેન્ટમાં બે ગોલ્ડ સહિત છ મેડલ પોતાના નામે કર્યાં છે. ભારતીય બોક્સરોએ બે ગોલ્ડ સિવાય એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત ટૂર્નામેન્ટમાં દમદાર પ્રદર્શન કર્યું છે. મનીષ કૌશિક અને ગૌરવ સોલંકીએ પોત-પોતાના ભારવર્ગમાં રવિવારે અહીં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૌરવ સોલંકીએ 52 વર્ગમાં જીત્યો ગોલ્ડ
22 વર્ષીય સોલંકી પણ 52 કિલોગ્રામ ભારવર્ગમાં ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે ઈંગ્લેન્ડના વિલિયમ કોલીને સર્વસંમતિથી 5-0થી પરાજય આપ્યો અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. સોલંકીએ ગત વર્ષે રાષ્ટ્રમંડળ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ફરી એકવાર તે ફોર્મની ઝલક રજૂ કરી જેથી તે ગત વર્ષે રાષ્ટ્રમંડળ ગેમ્સ અને કૈમિસ્ટ્રી કપમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. 


ટાઇગર વુડ્સને મળશે અમેરિકાનો સૌથી મોટો મેડલ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ કરશે સન્માનિત 


ત્રણ બ્રોન્ઝ મેડલ પણ જીત્યા ભારતે
ભારતના ત્રણ અન્ય બોક્સરોને સેમીફાઇનલમાં હારને કારણે બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. અર્જુન એવોર્ડ જીતી ચુકેલા મનદીપ જાંગડાને 69 કિલોગ્રામમાં રૂસના વાદિમ મુસાઇવ વિરુદ્ધ 0-5, જ્યારે સંજીતને 91 કિલો વર્ગમાં ન્યૂઝીલેન્ડના ડેવિડ નાઇકા વિરુદ્ધ આ અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. અંકિત ખટાનાને સેમીફાઇનલમાં પોલેન્ડના ડેમિયન દુર્કાઝ વિરુદ્ધ 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો.