ટાઇગર વુડ્સને મળશે અમેરિકાનો સૌથી મોટો મેડલ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ કરશે સન્માનિત
વિશ્વના નંબર એક ગોલ્ફ ખેલાડી ટાઇગર વુડ્સને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વાઇટ હાઉસમાં પોતાના દેશના સૌથી મોટા નાગરિક સન્માન 'પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ'થી સન્માનિત કરશે.
Trending Photos
વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોવારે વાઇટ હાઉસમાં દિગ્ગજ ગોલ્ફર ટાઇટવ વુડ્સને પોતાના દેશના સૌથી મોટા નાગરિક સન્માન 'પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ'થી સન્માનિત કરશે. ટ્રમ્પે ગત મહિને માસ્ટર્સ ટૂર્નામેન્ટ જીતવા પર વુડ્સને શુભેચ્છા આપી હતી. વુડ્સને આ એવોર્ડ 6 મે સોમવારે આપવામાં આવશે. 43 વર્ષના વુડ્સે એપ્રિલમાં જ 10 વર્ષના ગાળા બાદ અગસ્તામાં પાંચમું માસ્ટર્સ ટાઇટલ જીત્યું હતું.
અમેરિકાનું સૌથી મોટું નાગરિક સન્માન છે આ
પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ અમેરિકાનું સૌથી ઉંચુ નાગરિક સન્માન છે. આ સન્માન હાસિલ કરનાર વુડ્સ ચોથો ગોલ્ફર છે. 1963માં તત્કાલિન રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીએ આ સન્માનની શરૂઆત કરી હતી. આ સન્માન હાસિલ કરનારા અન્ય ગોલ્ફરોમાં જૈક નિકલોસ, અર્નાલ્ડ પાલ્મર અને પીજીએ ટૂરનો પ્રથમ અશ્વેત ખેલાડી ચાર્લી સિફોર્ડ સામેલ છે.
શું ટ્રમ્પનો આ નિર્ણય નસ્લી રાજનીતિથી પ્રેરિત છે?
ટ્રમ્પના આ નિર્ણયને નસ્લી રાજનીતિથી જોડીને જોવામાં આવી રહ્યો છે કારણ કે વુડ્સ અશ્વેત ગોલ્ફર છે. વુડ્સના પિતા અશ્વેત હતા જ્યારે માતા થાઈલેન્ડ મૂળની હતી. ઉલ્લેખનીય છે કે આગામી વર્ષના અંતમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે અને ટ્રમ્પ પોતાનો બીજો કાર્યકાળ હાસિલ કરવાનો પૂરો પ્રયત્ન કરશે. એવું નથી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ હંમેશા અશ્વેત ખેલાડીઓનું સમર્થન કરી રહ્યાં ચે, પરંતુ તે હંમેશા વુડ્સના પ્રશંસક રહ્યાં છે. ટ્રમ્પ પ્રથમ અશ્વેત એનબીએ ખેલાડીઓ અને અમેરિકી ફુટબોલ ખેલાડીઓ સાથે ટકરાઈ ચુક્યા છે.
કરિયરનું 15મું મેજર ટાઇટલ છે વુડ્સનું
વુડ્સે અગસ્તા નેશનલ કોર્સ પર ગત મહિને પોતાના કરિયરમાં 15મું મેજર ટાઇટલ જીત્યું હતું.તેણે અહીં 14 વર્ષ પહેલા 2005માં ખિતાબ જીત્યો હતો. છેલ્લા 11 વર્ષ વુડ્સ માટે મુશ્કેલ રહ્યાં. તેણે ઘણીવાર પીઠની સર્જરી કરાવવી પડી અને ઘણી વ્યક્તિગત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વુડ્સે કહ્યું, હું જેટલી પણ મુશ્કેલીથી લડ્યો, ત્યારબાદ આ જીત હાસિલ કરવાને લઈને હું મને પોતાને ભાગ્યશાળી માનું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે