સેન્ટ પીટર્સબર્ગઃ રૂસમાં જારી ફીફા વિશ્વકપ 2018માં શુક્રવારે ગ્રુપ-ઈમાં મહત્વનો મેચ યોજાવાનો છે. બ્રાઝીલની ટીમ અહીં ગ્રુપ-ઈમાં વિશ્વકપ મેચમાં કોસ્ટા રિકા પર વિજય મેળવી ત્રણ અંક હાસિલ કરીને પોતાની રાઉન્ડ-16ની દાવેદારી મજબૂત કરવા ઉતરશે. બ્રાઝીલના સ્ટાર ખેલાડી નેમારની ફીટનેસને લઈને બનેલી આશંકા વચ્ચે માહિતી મળી રહી છે કે તે મેચ પહેલા ફીટ થઈ જશે. તેણે પોતાની ટીમ સાથે પ્રેક્ટિશ કરી છે. બ્રાઝીલે ગ્રુપમાં ટોપ પર રહેવું હશે તો આજની મેચ જીતીને ત્રણ અંક મેળવવા પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેમારની ફિટનેસને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે કારણ કે, વિશ્વના સૌથી મોંઘા ખેલાડીએ છેલ્લા મેચ દરમિયાન 10 ફાઉલ કર્યા જે વિશ્વકપના એક મેચમાં 20 વર્ષમાં કોઇપણ ખેલાડી દ્વારા કરાયેલા સૌથી વધુ ફાઉલ છે. નેમારની ફિટનેસને લઈને ઘણા સમયથી આશંકા બનેલી છે મંગળવારે પ્રેક્ટિસ દરમિયાન તે અસહજ દેખાતો હતો. પરંતુ આજના મેચમાં તેના રમવાની આશા છે. 


બ્રાઝીલે ગત રવિવારે સ્વિટ્ઝરલેન્ડ સામે નિરાશાજનક 1-1 ડ્રો રમી હતી. આ પહેલા 11 મેચમાં બ્રાઝીલનો સતત વિજય થયો હતો પરંતુ સ્વિટ્ઝરલેન્ડની ટીમે છેલ્લા ચાર વર્ષમાં કરેલી મહેનતે તેને ખતરામાં નાખ્યા હતા. જેથી બ્રાઝીલે નોકઆઉટમાં જગ્યા બનાવવા માટે બાકીની બંન્ને મેચ જીતવી પડશે. 


નેમાર ફરી બ્રાઝીલ માટે મહત્વનો ખેલાડી દશે કારણ કે સ્વિટ્ઝરલેન્ડ વિરુદ્ધ તેની મેચ ચાર મહિનામાં પ્રથમ પ્રતિસ્પર્ધી મેચ હતો. પગનું હાડકું તૂટી જવાને કારણે તેણે સર્જરી કરાવવી પડી હતી. શરૂઆતી મેચમાં બ્રાઝીલ માટે ગોલ કરનાર ફિલિપ કૌતિન્હોએ કહ્યું, નેમાર વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીમાંથી એક છે. નિશ્ચિત રૂપથી અમારી ટીમમાં તેની હાજરી અમારા માટે સકારાત્મક છે. તે ખૂબ મહત્વનો છે. તે હંમેશા ચાન્સ બનાવે છે.