રિષભ પંતને ગાળ આપવી બ્રોડને પડી ભારે, ICCએ ફટકાર્યો દંડ
બ્રોડે ભારતના વિકેટકીપર રિષભ પંતને આઉટ કર્યા બાદ આક્રમક રીતે જશ્ન મનાવ્યો અને કંઇક અપશબ્દ કહેતો જોવા મળ્યો હતો.
નોટિંઘમઃ ટીમ ઈન્ડિયા વિરુદ્ધ નોટિંઘમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. હારના દરવાજે ઉભેલી ઈંગ્લેન્ડની ટીમના ફાસ્ટ બોલર સ્ટુઅર્ડ બ્રોડ પર આઈસીસીએ દંડ ફટકાર્યો છે.
બ્રોડ પર આઈસીસીના કોડ ઓફ કંડક્ટના ઉલ્લંઘન કરવાનો આરોપ છે, જે માટે તેના પર મેચ ફીના 15 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઘટના ભારતની પ્રથમ ઈનિંગની 92મી ઓવરની છે.
બ્રોડને આઈસીસી કોડ ઓફ કંડક્ટના આર્ટિકલ 2.1.7નો ભંગ કરવો અને લેવલ-1નો દોષિ સાબિત થયો છે. બ્રોડે ભારતના વિકેટકીપર રિષભ પંતને આઉટ કર્યા બાદ આક્રમક રીતે જશ્ન મનાવ્યો અને અપશબ્દો બોલતો નજરે પડ્યો હતો.
ત્યારબાદ ફિલ્ડ અમ્પાયર મૈરિસ ઇરાસ્મસ, ક્રિસ ગેફની અને ત્રીજા અમ્પાયર અલીમ ડારે બ્રોડ પર આરોપ લગાવ્યો હતો.
મેચ ફીના દંડ સિવાય બ્રોડને એક ડીમેરિટ પોઇન્ટ પણ આપવામાં આવ્યો છે. બ્રોડે આઈસીસી મેચ રેફરી જેણ ક્રો દ્વારા આપવામાં આવેલી સજા અને પોતાની ભૂલનો સ્વીકાર કરી લીધો છે.