નવી દિલ્હીઃ જસપ્રીત બુમરાહ આશરે આગામી બે મહિના માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. બુમરાહને સ્ટ્રેસ ફ્રેક્ચર છે. ક્રિકેટના ઘણા જાણકાર બુમરાહની અલગ એક્શનને તેનું કારણ માને છે. ઘણા જાણકારોનું માનવું છે કે પોતાની અલગ એક્શનને કારણે બુમરાહ વિશ્વભરના બેટ્સમેનો માટે મુશ્કેલી ઉભી કરે છે હકીકતમાં તે પોતાના શરીર પર જરૂરીયાત કરતા વધુ ભાર આપે છે. પરંતુ આશીષ નેહરા જેવા કેટલાક ફાસ્ટ બોલરોની નજરમાં બુમરાહની ઈજાને એક્શન સાથે કોઈ લેવા-દેવા નથી પરંતુ તે વાતને લઈને બધા એકમત છે કે ભારત આ પ્રીમિયર ફાસ્ટ બોલરની એક્શન તેના શરીર પર જરૂર કરતા વધુ દબાવ આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર માઇકલ હોલ્ડિંગે પણ જસપ્રીત બુમરાહને પોતાની બોલિંગ એક્શનમાં જરૂરી ફેરફાર કરવાની સલાહ આપી છે. 


હોલ્ડિંગે કહ્યું, 'હું તે કહીશ નહીં કે બુમરાહને એક્શનને કારણે પરેશાની થઈ છે કારણ કે હું નથી જાણતો કે તેને સ્ટ્રેસ ફ્રેક્ચર ક્યાં થયું છે પરંતુ તે જાણું છું અને બુમરાહને કહેવા ઈચ્છું છું- જો તેને લાંબુ કરિયર જોઈએ, તેને એવુ રન-અપ અને એક્શન જોઈએ જે તેના શરીર પર ઓછો ભાર આપે.'

INDvsSA: મયંક અગ્રવાલે ફટકારી બેવડી સદી, કરી સહેવાગની બરોબરી


એક અંગ્રેજી અખબાર સાથે વાતચીત દરમિયાન હોલ્ડિંગે કહ્યું, 'હું તે વાતનું પુનરાવર્તન કરીશ જે છેલ્લા એક દાયકાથી કહી રહ્યો છું. આજકાલના સમયમાં ઘણું ક્રિકેટ રમાઇ રહ્યું છે અને તમામ ક્રિકેટર આ કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.'


પરંતુ હોલ્ડિંગે તેના પર ટિપ્પણી કરવાથી ઇન્કાર કરી દીધો કે એક્શનને કારણે બુમરાહને સ્ટ્રેસ ફ્રેક્ચર થયું છે પરંતુ તેમણે એટલું જરૂર કર્યું કે, આટલા શોર્ટ રન-અપથી ક્રીઝ પર તમામ જોર લગાવવાથી શરીર પર ઘણો ભાર પડે છે. તે માટે તેમણે જોફ્રા આર્ચરનું ઉદાહરણ આપ્યું, જેનૂ સ્મૂથ રન-અપ શરીર પર પડતા દબાવને સમાન રૂપથી વહેંચે છે. 


આ વચ્ચે બુમરાહ યૂકે જઈને પોતાની ઈજા વિશે ઘણા નિષ્ણાંતોની સલાહ લેશે. તે ડિસેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસ સુધી ફિટ થાય તેવી આશા છે. 

INDvsSA: મયંકની બેવડી સદી બાદ, અશ્વિન-જાડેજાની ધમાલ, આફ્રિકા 39/3