ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ ટેસ્ટ હોય કે વન-ડે ટીમ ઈન્ડિયાના બોલિંગ સેક્શનમાં જો કોઈ સૌથી મજબૂત ખેલાડી હોય તો એ છે આપણે અમદાવાદી બોય જસપ્રિત બુમરાહ. મેચની શરૂઆતી ઓવરો હોય કે પછી ડેપ્થ ઓવરમાં ઓછા રનમાં વિરોધી ટીમને સમેટવાની હોય આ અઘરું કામ બુમરાહ આસાનીથી કરી લે છે. ટિમ ઈન્ડિયાને ભલે પહેલી ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હોય પણ ગુજરાતના ખેલાડી બુમરાહે રંગ રાખ્યો છે. અને ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં બુમરાહે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેન્નાઇમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ ટેસ્ટ ગુમાવી દીધી પરંતુ ભારતની ધરતી પર ડેબ્યુ ટેસ્ટ રમતા પેસર જસપ્રીત બુમરાહે પોતાના નામે એક મોટો રેકોર્ડ નોંધાવી દીધો. તેણે બોલિંગમાં 27 વર્ષથી અકબંધ એક આંતરરાષ્ટ્રીય રેકોર્ડની બરોબરી કરી, પણ ભારત માટે નવો રેકોર્ડ નોંધાવ્યો. ભારતના ઝડપી બોલર બુમરાહે પોતાની આગવી બોલિંગ સ્ટાઇલ અને પ્રદર્શનથી ક્રિકેટ જગતમાં આગવું સ્થાન મેળવ્યું છે. મંગળવારે પુરી થયેલી ચેપોકની પ્રથમ ટેસ્ટ 227 રને ગુનાવતા ભારત માટે દુઃખદ ક્ષણ હતી. પરંતુ તેમાં બુમરાહે 27 વર્ષ જુના એક રેકોર્ડની બરોબરી કરી લીધી.


બુમરાહ માટે 2019નો વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ યાદગાર રહ્યો હતો. જેમાં તેણે સૌથી ઓછા રન આપી 5 વિકેટ લેવાનો ભારતીય રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે જમૈકાની ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ડેરેન બ્રાવો, શમારા બ્રુક્સ અને રોસ્ટન ચેજને સતત ત્રણ બોલે આઉટ કરી હેટ્રીક નોંધાવી હતી. અગાઉ હરભજને 2001માં ઓસ્ટ્રેલિયા અને ઇરફાન પઠાણે 2006માં પાકિસ્તાન સામે હેટ્રીક લીધી છે.


ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની પ્રથમ મેચમાં બુમરાહે 4 વિકેટ લીધી. આ સાથે માત્ર 18 ટેસ્ટમાં 83 વિકેટ લેવાના મામલે તેણે ત્રણ મહાન દિગ્ગજોની બરોબરી કરી. અગાઉ ડેનિસ લીલી, જ્યોફ લોસન અને ઇયાન બિશપે 18 ટેસ્ટમાં 83 વિકેટો લીધી હતી.


ઇરફાન પઠાણના રેકોર્ડને તોડ્યો
ભારત વતી ઓછી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ વડોદરાના ઇરફાન પઠાણના નામે હતો. તેણે 18 ટેસ્ટ મેચમાં 73 વિકેટો લીધી હતી. ત્રીજા નંબરે મુહમ્મદ શમી છે. તેના નામે આટલી મેચમાં 66 વિકેટો બોલાય છે.
 
લીલી, લોસન, બિશપની કલબમાં જોડાયો
ઓસ્ટ્રેલિયાના પેસર ડેનિસ લીલી, જ્યોફ લોસન અને વિન્ડીઝના ફાસ્ટર ઇયાન બિશપની કલબમાં સામેલ થઇ ગયો. પરંતુ સૌથી ઓછી મેચમાં વધુ વિકેટ લેવાના મામલે બુમરાહે ((Bumrah record) ઇરફાન પઠાણે કરેલા ભારતીય રેકોર્ડને તોડી દીધો.


ટેસ્ટમાં પ્રથમ શિકાર ડિવિલિયર્સ
જસપ્રીત બુમરાહે ટેસ્ટ કરિયરની શરૂઆત 2018માં દક્ષિણ આફ્રિકા સામે કરી હતી. તેનો પ્રથમ ટેસ્ટ શિકાર એબી ડિવિલિયર્સ છે. બુમરાહે અત્યાર સુધીના કરિયરમાં પારીમાં 5 વિકેટ સાથે હેટ્રીકનો રેકોર્ડ પણ બનાવી લીધો છે.


18 ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય પેસર
જસપ્રીત બુમરાહ          83
ઇરફાન પઠાણ             73
મુહમ્મદ શમી               66
કપિલ દેવ                    64
એસ શ્રીસંત                 62
કરસન ઘાવરી              59
વેંકટેશ પ્રસાદ              58
ઉમેશ યાદવ                58
મનોજ પ્રભાકર            53
રમાકાંત દેસાઇ            52
ચેતન શર્મા                  52
ઇશાંત શર્મા                52


બુમરાહે ચેન્નાઇ ટેસ્ટમાં વધુ એક રેકોર્ડ પણ કર્યો. તે વિદેશમાં સૌથી વધુ ટેસ્ટ રમ્યા બાદ દેશમાં પ્રથમ ટેસ્ટ રમવાનો છે. તેણે 17 ટેસ્ટ વિદેશમાં રમ્યા બાદ 18મી વિકેટ દેશમાં રમી. આ રેકોર્ડ અગાઉ જવગલ શ્રીનાથના નામે હતો. તેણે વિદેશમાં 12 ટેસ્ટ રમી હતી. જ્યારે અન્ય ખેલાડીઓમાં આરપી સિંહ (11), સચિન તેન્ડુલકર (10) અને આશીષ નેહરા (10) સામેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube