નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પોલી ઉમરીગર પુરસ્કાર (બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર 2018-2019)થી સન્માનિત કરવામાં આવશે. બુમરાહને આ એવોર્ડ મુંબઈમાં આજે યોજાનારા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના વાર્ષિક પુરસ્કાર સમાહોરમાં વર્ષના સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે આ એવોર્ડથી નવાજમાં આવશે. આ સિવાય  સમારોહમાં ચેતેશ્વર પૂજારા અને મયંક અગ્રવાલને પણ સન્માનિત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડના નંબર વન વનડે બોલર બુમરાહે પાછલા વર્ષે જાન્યુઆરીમાં આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ પર્દાપણ કર્યું હતું. ત્યારબાદથી તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝમાં એક ઈનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ (5  લવિકેટ હોલ) લઈને ઈતિહાસ રચ્યો છે. તે આમ કરનાર પ્રથમ એશિયન બોલર બન્યો છે. તેણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, જે ઓસ્ટ્રેલિયામાં રમાઇ હતી તેમાં ઓસ્ટ્રેલિયા  વિરુદ્ધ 2-1થી ઐતિહાસિક જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 


મહિલા T-20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીતને કમાન


મહિલાઓમાં પૂનમને એવોર્ડ
જસપ્રીત બુમરાહને પોલી ઉમરીગર એવોર્ડની સાથે-સાથે 2018-2019માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવા માટે દિલીપ સરદેસાઈ પાસેથી એવોર્ડ મળશે. પુરૂષ ટીમમાં જ્યાં બુમરાહને બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર માટે પસંદ કરવામાં આવ્યો તો મહિલા ટીમમાં પૂનમ યાદવને આ એવોર્ડ આપવામાં આવશે. 


આ ખેલાડીને પણ મળશે સન્માન
પૂર્વ ભારતીય કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંત અને અંજૂમ ચોપડાને ક્રમશઃ કર્નલ સીકે નાયડૂ લાઇફ ટાઇમ અચીવમેન્ટ અને બીસીસીઆઈ લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સિવાય મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને યુવા ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલનનું પણ સન્માન કરવામાં આવશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર