મહિલા T-20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીતને કમાન

આઈસીસી મહિલા ટી20 વિશ્વ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. 21 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થનારા મહિલા ટી-20 વિશ્વકપમાં ભારતીય ટીમની આગેવાની હરમનપ્રીત કૌર કરશે. 

મહિલા T-20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીતને કમાન

નવી દિલ્હીઃ આઈસીસી મહિલા ટી20 વિશ્વ કપ (ICC Women T20 World Cup) માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. 21 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થનારા મહિલા ટી-20 વિશ્વકપમાં ભારતીય ટીમની આગેવાની હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) કરશે. ટીમમાં બંગાળની બેટ્સમેન ઋચા ઘોષ એકમાત્ર નવો ચહેરો છે. 

ટીમમાં કોઈ બીજું ચોંકાવનારૂ નામ નથી. હરિયાણાની 15 વર્ષની શેફાલી વર્મા આંતરરાષ્ટ્રીય સ્તર પર કેટલાક સારા પ્રદર્શનો બાદ પોતાની પ્રથમ વૈશ્વિક ટૂર્નામેન્ટ રમવા માટે તૈયાર છે. 

ઋચા ઘોષને હાલમાં મહિલા ચેલેન્જર ટ્રોફીમાં સારા પ્રદર્શનનું ઇનામ મળ્યું છે. 26 બોલમાં 36 રનની ઈનિંગને બધાને પ્રભાવિત કર્યાં, જેમાં તેણે ચાર બાઉન્ડ્રી ફટકારી હતી. તેણે પોતાની ઈનિંગ દરમિયાન એક છગ્ગો પણ ફટકાર્યો હતો. 

— BCCI Women (@BCCIWomen) January 12, 2020

ટી-20 વિશ્વકપ માટે 15 સભ્યોની ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, વેદા કૃષ્ણમૂર્તિ, ઋચા ઘોષ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), પૂનમ યાદવ, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી. 

પસંદગીકારોએ ટી20 વિશ્વકપ પહેલા ઓસ્ટ્રેલિયામાં ત્રિકોણીય સિરીઝ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં નુજહત પરવીનને 16માં સભ્યના રૂમમાં સામેલ કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે અને તેમાં ઈંગ્લેન્ડ પણ સામેલ છે. 

ટ્રાઈ સિરીઃ 16 સભ્યોની ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, વેદા કૃષ્ણમૂર્તિ, ઋચા ઘોષ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), પૂનમ યાદવ, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી અને નુજહત પરવીન. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news