પોન્ટિંગ અને ગિલક્રિસ્ટ કરશે બુશફાયર ક્રિકેટ મેચમાં આગેવાની
ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી ભયાનક આગથી પ્રભાવિત લોકોની મદદ કરવાના ઇરાદાથી ફંડ એકત્ર કરવા માટે આ ચેરિટી મેચ રવિવારે રમાશે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના બે દિગ્ગજ બેટ્સમેન રિકી પોન્ટિંગ અને એડમ ગિલક્રિસ્ટ રવિવારે મેલબોર્ન જંક્શન ઓવલ મેદાન પર રમાનારા બુશફાયર ક્રિકેટ બેશ ચેરિટી મેચ (Bushfire Cricket Bash charity match)માં પોત-પોતાની ટીમની આગેવાની કરશે. આ મેચ પોન્ટિંગ ઇલેવન અને શેન વોર્ન ઇલેવન વચ્ચે રમાશે.
ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી ભયાનક આગથી પ્રભાવિત લોકોની મદદ કરવાના ઇરાદાથી ફંડ એકત્ર કરવા માટે આ ચેરિટી ક્રિકેટ મેચનું આયોજન પહેલા શનિવારે કરવાનું હતું.
ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂ અનુસાર, પરંતુ હવે વરસાદના અનુમાનને કારણે આ મેચ સિડનીની જગ્યાએ રવિવારે મેલબોર્નમાં રમાશે. વોર્ન ઇલેવનની આગેવાની વોર્ન કરવાનો હતો, પરંતુ તે તારીખે ઉપલબ્ધ રહેશે નહીં, તેથી ગિલક્રિસ્ટ હવે વોર્ન ઇલેવનની આગેવાની કરશે.
ભારતીય દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર પોન્ટિંગ ઇલેવન ટીમનો કોચ હશે. જ્યાં એકતરફ સચિનને પોન્ટિંગ ઇલેવનનો કોચ પસંદ કરવામાં આવ્યો છે તો વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ફાસ્ટ બોલર કર્ટની વોલ્શની વોર્ન ઇલેવન ટીમના કોચ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
Celebrity Brand Value 2019: ફરી ટોપ પર વિરાટ કોહલી, રોહિતથી 10 ગણી વધુ છે બ્રાન્ડ વેલ્યૂ
આ ચેરિટી મેચ 10-10 ઓવરોની હશે, જેમાં પાંચ ઓવરનો પાવરપ્લે હશે. બોલરો માટ ઓવર કરવાની કોઈ મર્યાદા હશે નહીં. આ મેચમાં એકત્ર થયેલું ફંડ ઓસ્ટ્રેલિયન રેડ ક્રોસ આપત્તિ તથા રાહત બચાવ ફંડને દાનમાં આપવામાં આવશે.
આ ખેલાડી થશે સામેલ- રિકી પોન્ટિંગ (કેપ્ટન), એડમ ગિલક્રિસ્ટ (કેપ્ટન), બ્રાયન લારા, યુવરાજ સિંહ, વસીમ અકરમ, જસ્ટિન લેંગર, મેથ્યૂ હેડન, શેન વોટસન, એંડ્રટૂ સાઇમન્ડ્સ, બ્રેડ હેડિન, બ્રેટ લી, એલેક્સ બ્લેકવેલ, ડેન ક્રિસ્ટિયન, નિક રિવોલ્ડ, એલિસે વિલાની, લ્યૂક હોઝ, કેમ સ્મિથ.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube