Celebrity Brand Value 2019: ફરી ટોપ પર વિરાટ કોહલી, રોહિતથી 10 ગણી વધુ છે બ્રાન્ડ વેલ્યૂ

હાલના સમયમાં 'રન મશીન' વિરાટ કોહલી માત્ર ક્રિકેટના મેદાનમાં જ નહીં, બિઝનેસના મામલામાં સુપરહિટ છે. બેટિંગ અને કેપ્ટનશિપના તમામ રેકોર્ડ પોતાના નામે કરનાર કોહલીએ 'ભારતીય સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યૂ'ના મામલામાં દિગ્ગજ અભિનેતાઓને પાછળ છોડી દીધા છે અને સતત ત્રીજા વર્ષે નંબર વન પર છે. 

Celebrity Brand Value 2019: ફરી ટોપ પર વિરાટ કોહલી, રોહિતથી 10 ગણી વધુ છે બ્રાન્ડ વેલ્યૂ

નવી દિલ્હીઃ હાલના સમયમાં 'રન મશીન' વિરાટ કોહલી માત્ર ક્રિકેટના મેદાનમાં જ નહીં, બિઝનેસના મામલામાં સુપરહિટ છે. બેટિંગ અને કેપ્ટનશિપના તમામ રેકોર્ડ પોતાના નામે કરનાર કોહલીએ 'ભારતીય સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યૂ'ના મામલામાં દિગ્ગજ અભિનેતાઓને પાછળ છોડી દીધા છે અને સતત ત્રીજા વર્ષે નંબર વન પર છે. 

અમેરિકાના ગ્લોબલ એડવાઇઝરી ફર્મ ડફ એન્ડ ફેલ્પ્સ (Duff and Phelps)ના રિપોર્ટ અનુસાર, વિરાટની બ્રાન્ડ વેલ્યૂ 237.5 મિલિયન યૂએસ ડોલર (લગભગ 1691 કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ છે. રસપ્રદ વાત તે છે કે લિમિટેડ ઓવરના વાઇસ કેપ્ટન રોહિત શર્મા (23 મિલિયન ડોલર)થી 10 ગણી વધુ વિરાટની બ્રાન્ડ વેલ્યૂ છે. 

સલમાન-શાહરૂખ પણ રહ્યાં પાછળ
આ મામલામાં બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર, અભિનેત્રી દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, સલમાન ખાન, શાહરૂખ ખાન જેવી હસ્તિઓ વિરાટથી પાછળ છે. ક્રિકેટરોની વાત કરીએ તો ટોપની લિસ્ટમાં ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર, પૂર્વ કેપ્ટન એમેસ ધોની, હિટમેન રોહિત શર્મા પણ સામેલ છે. 

ભારતના ટોપ બ્રાન્ડ વેલ્યૂવાળા સેલિબ્રિટીઝ

 

સેલિબ્રિટીઝ રેન્ક બ્રાન્ડ વેલ્યૂ (રૂ. કરોડમાં)
વિરાટ કોહલી 1 1691
અક્ષય કુમાર 2 745
દીપિકા પાદુકોણ 3 666
રણવીર સિંહ 3 666
શાહરૂખ ખાન 5 471
સલમાન ખાન 6 397
એમએસ ધોની 9 294
સચિન તેંડુલકર 15 179
રોહિત શર્મા 20 164

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news