બીજીવાર મહિલા ક્રિકેટ ટીમના કોચ બન્યા રમેશ પોવાર, મિતાલી સાથે વિવાદ બાદ આવ્યા હતા ચર્ચામાં
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર પોવારે આ પહેલા પણ ટીમની સાથે આ ભૂમિકા નિભાવી હતી, પરંતુ તેમને 2018 ટી20 વિશ્વકપ બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) એ રમેશ પોવાર (Ramesh Powar) ને ફરીથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર પોવાર આ પહેલા પણ ટીમની સાથે આ ભૂમિકા નિભાવી ચુક્યા છીએ, પરંતુ 2018 ટી20 વિશ્વકપ બાદ તેમને હટાવી દેવામાં આવ્યા હતા.
કોચ પદની દોડમાં હતા ઘણા દાવેદાર
પૂર્વ ભારતીય ખેલાડી મદન લાલની આગેવાનીવાળી સીએસીએ આ પદ માટે હાલના કોચ ડબ્લ્યૂ વી રમન સિવાય આઠ ઉમેદવારોના ઈન્ટરવ્યૂ બાદ પોવારના નામની ભલામણ કરી હતી. બીસીસીઆઈએ આ નામને મંજૂરી આપી દીધી છે. આ પદ માટે પોવાર અને સમન સિવાય ભારતના પૂર્વ વિકેટકીપર અજય રાત્રા અને પૂર્વ મુખ્ય પસંદગીકાર હેમલતા કાલા સહિત પાંચ મહિલા ઉમેદવાર દોડમાં હતા.
Team India છે Test માં Best, ICC Ranking માં ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ અવ્વલ
ન મળ્યું એક્ટેન્શન
મિતાલી અને રમેશ દ્વારા એક બીજા પર લગાવવામાં આવેલા આરોપોને કારણે પોવારને કોચ પદ પર એક્ટેન્શન ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મેનેજમેન્ટ માને છે કે આ વિવાદની સીધી અસર ટીમના મનોબળ પર પડી છે. ભારતના બહાર થયા બાદ મિતાલએ ત્યારના સીઆઈઓ રાહુલ જૌહરી અને સબા કમીરને મોકલેલા ઈમેલમાં પોવાર પર આરોપ લગાવ્યો હતો કે તેને અપમાનિત કરવામાં આવી. ત્યારબાદ પોવારે સફાઈમાં મિતાલીને સંભાળવી મુશ્કેલ હતી અને ટીમથી બહાર રાખવી રણનીતિનો ભાગ હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube