નવી દિલ્હીઃ વન-ડે ક્રિકેટમાં લાંબા સમય બાદ પુનરાગમન કરી રહેલા રવિન્દ્ર જાડેજાએ એશિયા કપ-2018માં બાંગ્લાદેશ સામે સુંદર પ્રદર્શન કર્યું. જાડેજાએ ચાર વિકેટ અને રોહિત શર્માના અણનમ 83 રનની મદદથી ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. ભારત-પાકિસ્તાનની જેમ જ ભારત-બાંગ્લાદેશની મેચ પણ એકપક્ષીય રહી હતી. રવીન્દ્ર જાડેજાની શાનદાર બોલિંગને કારણે બાંગ્લાદેશ માત્ર 173 રન જ બનાવી શક્યું હતું. ભારતે આ સરળ ટાર્ગેટને માત્ર 36.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ ખાસ રસપ્રદ ન હતી. પ્રશંસકોને પણ આ મેચ બોરિંગ લાગી હતી. જોકે, આ બોરિંગ મેચમાં કેમેરામેન સોશિયલ મીડિયા પર છવાઈ ગયો. સોશિયલ મીડિયા પર યુઝર્ચ મેચ જોવા આવેલી સુંદર યુવતીઓની તસવીરો શેર કરી રહ્યા છે અને સાથે જ કેમેરામેનના વખાણ કરી રહ્યા છે. 


પ્રશંસકો ફોટો શેર કરવાની સાથે પાછા કોમેન્ટ પણ લખી રહ્યા છે કે, આજે બાંગ્લાદેશ અને ભારતની મેચ આમ તો બોરિંગ જ હતી, પરંતુ કેમેરામેને સુંદરતાના દર્શન કરાવીને મજા કરાવી દીધી. 



ટ્વીટરના યુઝર્સે પણ એક-પછી જેમ-જેમ સુંદર યુવતીઓની ફોટો આવતા ગયા તેમ-તેમ તેને ટ્રોલ કરતા ગયા. યુવતીઓ એવી સજી-ધજીને આવી હતી કે, જોતાં જ નજર ઠરી જાય. 



ભારત-પાકિસ્તાનની મેચમાં ટ્રોલ થનારી પાકિસ્તાની પ્રશંસક આ વખતે ભારત-બાંગ્લાદેશની મેચ પણ જોવા આવી હતી. આથી, સોશિયલ યુઝર્સ તો તેને બીજી વખત જોઈને ઓવારી ગયા હતા. તેના ફોટો તો સૌથી વધુ ટ્રોલ થયા. એક યુઝરે તો તેના માટે કોમેન્ટ પણ લખી નાખી કે, 'જબ-જબ તુમ મેચ દેખને આતી હો, ઈન્ડિયા કો જીતા જાતી હો.'



સોશિયલ મીડિયા પર એશિયા કપ-2018માં કેમેરામેનની પ્રશંસા કરતાં એક પ્રશંસકે લખ્યું કે, 'એશિયા કપની સૌથી મહત્ત્વની ક્ષણો તો આ કેમેરામેને જ કેદ કરી છે.'



ઉલ્લેખનીય છે કે, એશિયા કપ-2018માં ભારતની અત્યાર સુધીની સફર સારી રહી છે. અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચ ભારતે જીતી છે. આ વખતે ટીમ વિરાટ કોહલી વગર આવી છે અને રોહિત શર્મા ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ભારતે હોંગકોંગને 26 રને, પાકિસ્તાનને 8 વિકેટે અને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. હવે, આવતીકાલે, 23 સપ્ટેમ્બરે ભારત ફરીથી પાક સાથે ટકરાવાનું છે ત્યારે જોઈએ આ મેચ કેટલી રોમાંચક બને છે.