CEC બેઠકઃ વિશ્વકપ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાથી ભારતીય બોર્ડને માહિતગાર કરશે આઈસીસી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) બુધવારે અહીં યોજાનારી મુખ્ય કાર્યકારી સમિતિ (CEC)ની બેઠક દરમિયાન આગામી વિશ્વકપમાં સુરક્ષાને લઈને ભારતની શંકાને દૂર કરવાનો પ્રયત્ન કરશે પરંતુ પાકિસ્તાનના સંભવિત બહિષ્કાર પર ચર્ચા થવાની સંભાવના નથી.
દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) બુધવારે અહીં યોજાનારી મુખ્ય કાર્યકારી સમિતિ (CEC)ની બેઠક દરમિયાન આગામી વિશ્વકપમાં સુરક્ષાને લઈને ભારતની શંકાને દૂર કરવાનો પ્રયત્ન કરશે પરંતુ પાકિસ્તાનના સંભવિત બહિષ્કાર પર ચર્ચા થવાની સંભાવના નથી. પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40થી વધુ જવાનો શહીદ થઈ ગયા હતા. ત્યારબાદ માગ કરવામાં આવી રહી છે કે, ભારતે પાકિસ્તાન વિરુદ્ધ 6 જૂને માનચેસ્ટરમાં યોજાનારા મેચનો બહિષ્કાર કરવો જોઈએ.
આ માગની જવાબમાં ભારતીય ક્રિકેટનું સંચાલન કરી રહેલી પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ આઈસીસીને પત્ર લખીને તે દેશોનો બહિષ્કાર કરવાનો આગ્રહ કર્યો હતો જે આતંકવાદના પોષક છે પરંતુ તેમાં પાકિસ્તાનનું નામ લેવામાં આવ્યું નહતું. આઈસીસીની ત્રિમાસીક હેઠક બુધવારે દુબઈમાં મુખ્ય કાર્યકારીઓ (સીઈઓ)ની બેઠકની સાથે શરૂ થશે જ્યાં બીસીસીઆઈના સીઈઓ રાહુલ જૌહરીના પત્ર પર ચર્ચા થશે.
બીસીસીઆઈએ ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થનારા વિશ્વકપ દરમિયાન પોતાના ખેલાડીઓ અને અધિકારીઓની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી હતી. આઈસીસીના કાર્યથી માહિતગાર બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું, આઈસીસી વિશ્વકપ માટે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા વિશે વિસ્તારથી જાણકારી આપશે. આ તમામ ભાગ લઈ રહેલા દેશો માટે એક સમાન હશે તથા ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ હંમેશા ઉચ્ચસ્તરની વ્યવસ્થા કરે છે.
IND vs AUS: બધા ખેલાડીઓ માટે મુશ્કેલ પિચ હતી, ધોની માટે પણ- ગ્લેન મેક્સવેલ
તેમણે કહ્યું, પરંતુ આશંકા વ્યક્ત કરવામાં આવી, તેથી તેને દૂર કરવામાં આવશે. પરંતુ જાણવા મળ્યું કે, આઈસીસીના પાકિસ્તાન બહિષ્કાર કરવા પર ચર્ચા કરવાની સંભાવના નથી, કારણ કે તે વિકલ્પ નથી. આઈસીસીની ઘણી બેઠકોમાં હાજરી આપી ચુકેલા આ અધિકારીએ કહ્યું, આઈસીસી કોઈ દેશને અન્ય સભ્ય દેશ સાથે સંબંધ તોડવાનું કહેવાની સ્થિતિમાં નથી. આમ કરવું યોગ્ય નહીં હોય. આ કૂટનીતિક મામલો છે, જેને સરકારના સ્તર પર દૂર કરવો જોઈએ.
INDWvsENGW: ભારતે ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, સતત ચોથી વનડે સિરીઝ જીતી
પાકિસ્તાનનો બહિષ્કાર કરવાને લઈને પૂર્વ ક્રિકેટર એકમત નથી. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી અને સીનિયર ઓફ સ્પિનર હરભજન સિંહ ઈચ્છે છે કે, 16 જૂનનો મેચ રદ્દ કરી દેવો જોઈએ પરંતુ તેમણે તે સ્પષ્ટ ન કર્યું કે, જો બંન્ને દેશોનો સામનો સેમીફાઇનલ કે ફાઇનલમાં થાય તો શું થશે. બીજીતરફ સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકર ઈચ્છે છે કે, ભારત તે મેચમાં પાકિસ્તાનને હરાવી કારણ કે, વોકઓવરનો મતલબ પોતાના વિરોધીને બે પોઈન્ટ આપવાનો થશે. કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, સરકાર જે નિર્ણય કરશે ટીમ તેનું પાલન કરશે.