IND vs AUS: બધા ખેલાડીઓ માટે મુશ્કેલ પિચ હતી, ધોની માટે પણ- ગ્લેન મેક્સવેલ

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટી20માં ભારતને 7 વિકેટે 126 રનના સ્કોરમાં ધોનીએ 37 બોલમાં 29 રન બનાવ્યા હતા. 

IND vs AUS: બધા ખેલાડીઓ માટે મુશ્કેલ પિચ હતી, ધોની માટે પણ- ગ્લેન મેક્સવેલ

વિશાખાપટ્ટનમઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં એકવાર ફરી મહેન્દ્ર સિંહ ધોનીની ધીમી સ્ટ્રાઇક રેટના કારણે આલોચના થઈ રહી છે, પરંતુ ગ્લેન મેક્સવેલને લાગે છે કે, આ ધીમી પિચ પર પૂર્વ ભારતીય કેપ્ટન એટલું જ કરી શકતો હતો. ભારતે 7 વિકેટ પર 126 રનના સ્કોર ધોનીએ 37 બોલમાં 29 રન બનાવ્યા, આ પિચ પર બોલ સીધો બેટ પર આવતો નહતો. 

સતત વિકેટ પડી રહી હતી અને તે ક્રીઝ પર યુજવેન્દ્ર ચહલની સાથે હતો. મેક્સવેલે ધોનીનો બચાવ કરતા કહ્યું તે (ધીમી રન ગતિ) લગભગ ઠીક હતી. વિકેટ જે પ્રકારે વર્તન કરી રહી હતી, તેના પર કોઈપણ બેટ્સમેન માટે રન બનાવવા મુશ્કેલ હતા અને તે પણ એવા ખેલાડી ચહલની સાથે જે હિટ કરવામાં માહિર નહતો.

આ એવી પિચ હતી જ્યાં બોલ નીચો રહેતો હતો અને ધોની માત્ર એક સિક્સ ફટકારી શક્યો. મેક્સવેલે કહ્યું, ધોની ચોક્કસપણે એક વિશ્વ સ્તરીય ફિનિશર છે અને તેને બેટની વચ્ચેથી બોલને હિટ કરવામાં મુશ્કેલી થઈ રહી હતી. તેથી મને લાગે છે કે, સ્ટ્રાઇક રોટેટ કરવી યોગ્ય હતી. 

તેણે કહ્યું, ધોનીએ છેલ્લી ઓવરમાં એક સિક્સ ફટકારી અને મને લાગે છે કે, તેનાથી ખ્યાલ આવે કે ત્યાં કેટલી મુશ્કેલ સ્થિતિ હતી. તેણે ધોની પર લગામ લગાવી રાખવા માટે પોતાના બોલરોની પણ પ્રશંસા કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news