મ્યૂનિખઃ ઈંગ્લિશ ક્લબ લિવરપૂલ (Liverpool)એ યૂરોપીય ચેમ્પિયન્સ લીગ (Champions League)ના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. તેણે બુધવારે રાઉન્ડ ઓફ-16ના બીજા ગેલના મેચમાં જર્મન ક્લબ બાયર્ન મ્યૂનિખ (Bayern Munich)ને 3-1થી પરાજય આપ્યો હતો. તેના તરફથી ફોરવર્ડ સાનિયા માનેએ બે ગોલ કર્યા હદા. બંન્ને ટીમો વચ્ચે રાઉન્ડ ઓફ-16ની પ્રથમ ગેમ ગોલરહીત ડ્રો  રહી હતી. આ રીતે લિવરપૂલની બુધવારની જીત નિર્ણાયક સાબિત થઈ હતી. લિવરપૂલની ટીમ ગત વર્ષે ફાઇનલમાં પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લિવરપૂલ ચેમ્પિયન્સ લીગના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી આઠમી અને અંતિમ ટીમ છે. માનચેસ્ટર સિટી, માનચેસ્ટર યૂનાઇટેડ, ટોટનહમ હોટ્સપર, યુવેન્ટ્સ, અજૈક્સ, પોર્ટુગલ પોર્ટો અને બાર્સિલોનાની ટીમો પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર ફાઇનલનો ડ્રો 15 માર્ચે કરવામાં આવશે. લીગના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી આઠ ટીમોમાંથી ચાર ટીમો ઈંગ્લેન્ડની છે. ચાર અન્ય ટીમો સ્પેન, ઇટાલી, પોર્ટુગલ અને નેધરલેન્ડની છે. 


ઈંગ્લિશ ક્બલ લિવરપૂલે બુધવારે યજમાન જર્મન ક્લબ બાયર્ન મ્યૂનિખ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ હાફમા બંન્ને ટીમો વચ્ચે ટક્કર જોવા મળી હતી. મેચનો પહેલો ગોલ લિવરપૂલે કર્યો હતો. સાદિયો માનેએ 26મી મિનિટમાં ડિફેન્ડર વર્જિલ વેન ડાઇકના પાસ પર આશરે 18 ગજ દૂરથી ગોલ કરીને પોતાની ટીમને લીડ અપાવી હતી. 


યજમાન બાયર્નની ટીમ જલ્દી વાપસી કરવામાં સફળ રહી અને 39મી મિનિટમાં ડિફેન્ડર જોલ મૈટિપનો ઓન ગોલ આવતા તેણે બરોબરી હાસિલ કરી લીધી હતી. પરંતુ લિવરપૂલે વધુ સમય સુધી મેચ બરાબર ન રહેવા દીધી. બીજા હાફમાં સતત આક્રમક ફુટબોલ રમવાનું ચાલુ રાખ્યું હતું. મેચની 69મી મિનિટમાં લિવરપૂલને કોર્નર મળ્યું. તેના પર વેન ડાઇકે હેડરથી ગોલ કરતા લિવરપૂલને ફરી લીડ અપાવી દીધી હતી. 


IND vs AUS: ભારતે ગુમાવી સિરીઝ, વિશ્વ કપ પહેલા ફરી ઉઠવા લાગ્યા ટીમ ઈન્ડિયા પર સવાલ

બીજો ગોલ કર્યા બાદ લિવરપૂલના ખેલાડીઓ વધુ આક્રમક થઈ ગયા હતા. સાદિયો માનેએ તેનો ફાયદો ઉઠાવતા 84મી મિનિટમાં ગોલ કરીને લિવરપૂલની જીત પાક્કી કરી દીધી હતી. ક્વાર્ટર ફાઇનલના પ્રથમ ગેલના મેચ નવ અને 10 એપ્રિલે રમાશે. બીજા ગેલના મેચ 16 અને 17 એપ્રિલે રમાશે.