મુંબઈઃ સામાન્ય રીતે ભારતના મેદાનોમાં ભારતીય ખેલાડીઓની હુટિંગ લગભગ ક્યારેક જ જોવા મળે છે. ખાસ કરીને જ્યારે ખેલાડી ચેતેશ્વર પૂજારા જેવો મોટો બેટ્સમેન હોય. પરંતુ બેંગલુરૂમાં પૂજારાએ દર્શકોની હુટિંગનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સૌરાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે રણજી ટ્રોફીની સેમીફાઇનલની મેચ રમાઇ હતી. મેચમાં ફાસ્ટ બોલર વિનય કુમારનો એક બોલ પૂજારાએ ડિફેન્સ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ચુકી ગયો. આ દરમિયાન કુમાર અને વિકેટકીપર સહિત તમામ ખેલાડીઓ આઉટની અપીલ કરી રહ્યાં હતા. પરંતુ અમ્પાયરે તેને આઉટ ન આપ્યો. બાદમાં રિપ્લેમાં ખ્યાલ આવ્યો કે બોલ બેટના કિનારાને અડીને વિકેટકીપર પાસે ગયો હતો. જ્યારે પૂજારા પરત પેવેલિયન આવી રહ્યો હતો ત્યારે ત્યાં હાજર રહેલા દર્શકોએ તેને ચીટર, ચીટર કરીને હુરિયો બોલાવ્યો હતો. બાદમાં પૂજારાએ સદી ફટરારીને સૌરાષ્ટ્રને જીત અપાવી હતી. 


રણજી ટ્રોફીઃ 'ધ વોલ' પૂજારાની અણનમ સદી, કર્ણાટકને હરાવી સૌરાષ્ટ્ર ફાઇનલમાં 
 


ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગત મહિને ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં કમાલનું પ્રદર્શન કરનાર પૂજારા હાલમાં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમ માટે રમી રહ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 3 સદી સાથે 521 રન ફટકાર્યા હતા. તે મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો.