નવી દિલ્હીઃ 'યૂનિવર્સ બોસ'ના નામથી જાણીતા વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનું માનવું છે કે લોકેશ રાહુલની પાસે તેવી ક્ષમતા છે જેમાં તે 'પોતાના ક્ષેત્ર'માં રહે તો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની સિદ્ધિની બરાબરી કરી શકે છે. રાહુલ લગભગ પોતાની જિંદગીના સૌથી મુશ્કેલ સમયમાંથી બહાર નિકળી ચુક્યો છે જેમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચોમાં ખરાબ પ્રદર્શન અને ટીવી કાર્યક્રમમાં ટીમના સાથી હાર્દિક પંડ્યાની સાથે મહિલા વિરોધી ટિપ્પણીઓ બાદ બીસીસીઆઈએ સસ્પેન્ડ કરવો સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલે આ વસ્તુને પાછળ છોડીને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કિંગ્સ ઈલેવન પંજાબ માટે ગેલની સાથે હાલની સિઝનમાં સૌથી ખતરનાક ઓપનિંગ જોડીમાંથી એક બનાવી છે. ગેલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, જ્યારે તમે ભારતીય બેટ્સમેનોની વાત કરો તો કેએલ રાહુલ એવા ખેલાડીઓમાંથી એક છે જે મારા મગજમાં આવે છે, હું આશા કરીશ કે તે વિરાટ કોહલીની જેમ શાનદાર ખેલાડી બને. વિરાટ બાદ તેણે ટીમની જવાબદારી ઉઠાવવી જોઈએ. 


પરંતુ ગેલે રાહુલને બિનજરૂરી દબાણ ન લેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું, 'તેના માટે તે જરૂરી છે કે બિનજરૂરી દબાણ ન લે, તેણે પોતા પર વિશ્વાસ રાખવો જોઈએ અને કોઈ પ્રતિસ્પર્ધાથી બચવું જોઈએ.'


IPL 2019: આ પાંચ ટીમો હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં, આ છે પોઈન્ટ ટેબલની સ્થિતિ 

પોતાના પાંચમાં વિશ્વ કપમાં રમવા માટે તૈયાર  39 વર્ષના ગેલે કહ્યું, 'ભારતમાં તમારી પાસે પ્રતિભાની કમી નથી અને ઘણા ખેલાડીઓને રમવાની તક મળતી નથી.' આઈપીએલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ગેલે સિઝનના 11 મેચોમાં લગભગ 450 રન બનાવ્યા છે અને વિશ્વ કપ પહેલા તે શાનદાર લયમાં છે. જમૈકાના આ ખેલાડીને પંજાબની ટીમે ગત વર્ષે બેસ પ્રાઇઝ પર ખરીદ્યો હતો. તેણે ખેલાડીઓની હરાજીમાં પોતા પર બોલી ન લગાવનાર ફ્રેન્ચાઇઝીઓને ખોટી ઠેરવી હતી. 


IPLમાં કોહલીની ટીમનો શરમજનક રેકોર્ડ, બની પ્રથમ ભારતીય ટી-20 ટીમ


ગેલે કહ્યું, કિંગ્સ ઈલેવન પંજાબની સાથે બે વર્ષ શાનદાર રહ્યાં. મને પંજાબની રીત પસંદ છે. હું શાનદાર લોકોની સાથે કામ કરી રહ્યો છું અને આશા છે કે ફ્રેન્ચાઇઝી માટે કંઇક ખાસ કરી શકું. અમારૂ લક્ષ્ય પ્લેઓફમાં જગ્યા પાક્કી કરવી અને પછી તેનાથી આગળ વધવાનું છે.